રાજકોટની મધ્યમાં ટાગોર રોડ ઉપર આવેલી વિશાળ મેદાન સાથેની કરોડો પિયાની કિંમતની વિરાણી હાઇસ્કુલની જમીનના વેચાણ મામલે છેલ્લા બે વર્ષથી ચાલતા પ્રકરણમાં આજે પ્રાંત અધિકારી ચાંદની પરમારએ સીમાચિન્હપ ચુકાદો આપ્યો હતો. વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓને કાનૂની લપડાક સમા ચુકાદામાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્રારા ફાળવેલી સરકારી જમીનનું સરકારની મંજૂરી વિના વેંચાણ કરી શકાય નહીં. સમગ્ર શહેરમાં છેલ્લા બે–ત્રણ વર્ષથી ભારે ચર્ચાસ્પદ બનેલા વિરાણી હાઇસ્કૂલના મામલે આજે જિલ્લા કલેકટરતંત્રમાં પ્રાંત અધિકારીએ ચુકાદો આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. વિશેષમાં વિરાણી હાઇસ્કૂલના જમીન મામલે જાણવા મળતી વિગતો મુજબ, સૌપ્રથમ આ પ્રકરણ રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ ગયું હતું અને આ મામલે તત્કાલિન સમયે જિલ્લા કલેકટર દ્રારા જમીન વેચાણની વિદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. દરમિયાન પ્રતિવાદીઓ જિલ્લા કલેકટરના આ હત્પકમ સામે હાઇકોર્ટમાં દોડી ગયા હતા અને હાઇકોર્ટમાં કાનૂની જગં શ થયો હતો દરમિયાન હાઇકોર્ટે પણ એવો સ્પષ્ટ્ર નિર્દેશ આપ્યો હતો કે આ મામલો જિલ્લા કલેકટર હસ્તકનો છે આથી આ અંગે જિલ્લા કલેકટરમાં જ જવાનું રહે તેથી ફરી કેસ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી સમક્ષ આવ્યો હતો.
દરમિયાન આજે રાજકોટ પ્રાંત ચાંદની પરમારએ આ મામલે ચુકાદો આપ્યો હતો જેમાં સ્પષ્ટ્ર જણાવ્યું હતું કે સરકારની મંજૂરી વિના જમીનનું વેચાણ થઈ શકે નહીં. દરમિયાન આ મામલે પ્રતિવાદીઓને અપીલમાં જવા માટે નિયમ અનુસાર ૬૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં હવે આ મામલે શું થશે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે.
કરોડોની જમીન કોળિયો કરી જવાના પ્રયાસનો ઘટનાક્રમ
રાજકોટની સુવિખ્યાત ટાગોર રોડ વિરાણી હાઇસ્કૂલની કરોડોની જમીનનું હસ્તાંતરણ પ્રકરણ છેલ્લા દસેક વર્ષથી ચર્ચાને ચકડોળે ચડું હતું, તે સમગ્ર પ્રકરણના ઘટના ક્રમ મુજબ, જે તે સમયે વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટને સરકારે શૈક્ષણિક હેતુ માટે સનદ ન.ં ૧૧૯૫૧ હેઠળ ૪૯૭૨૦ વાર જમીન ફાળવી હતી, તેમાં જમીનનો કોઈ ભાગ ભાડે ન આપવો કે નફો મેળવી શકાય તેવી પ્રવૃત્તિ નહીં કરવા શરત રખાઇ હતી. ત્યારબાદ વિરાણી સ્કૂલ રાજકોટમાં નંબર વન કુલ બની ગઈ હતી. દરમિયાન ૨૦૧૩ ની સાલમાં ટાગોર રોડ પહોળો કરવા માટે સ્કૂલની જમીન કપાતમાં જવાબ બાબતે વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ કલેકટરને વળતર માટે કરેલી અરજી અંશત: મંજૂર કરી હતી, દરમિયાન કલેકટરના આ પત્રને આધાર લઈને ટ્રસ્ટ દ્રારા ૨૦૧૪માં સીટી સર્વેમાં અરજી કરી કુલ ૪૯,૭૨૦ વાર પૈકીની મોટાભાગની જમીન ખાનગી હોવાની નોંધ કરાવી હતી. આ પછી ૨૦૨૦ ના અરસામાં વિરાણી હાઈસ્કૂલના મેદાન પૈકીની કેટલીક જમીનના વેચાણની કાર્યવાહી શ થતાં સ્કૂલના વિધાર્થીઓ વતી તેની સામે કલેકટર સમક્ષ વાંધો લેવાયો હતો, તેમાં આ જમીન ક્રાઉન લેન્ડ (સ્ટેટની) હોવાનું ધ્યાન દોરીને વેચાણ સામે સ્ટે માગ્યો હતો. જે દરમિયાન ટ્રસ્ટે જમીન વેચાણ પેટે ૨૫% રકમ સ્વીકારી લીધી હતી, ત્યારબાદ કલેકટરે વિધાર્થીઓ વતી થયેલી રજૂઆતો સાંભળીને જમીનની વેચાણ પ્રક્રિયા રદ કરી હતી. બીજી તરફ આ જમીન સંદર્ભે ૨૦૧૪ માં થયેલી ખાનગી નોંધ સામે વિધાર્થીઓ વતી પ્રાંત અધિકારી સમક્ષ અપીલ દાખલ કરવામાં આવતા ખાનગી નોંધ રદ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીના નોંધ રદ કરવાના હત્પકમને ટ્રસ્ટીઓ દ્રારા હાઇકોર્ટમાં પડકાર કરવામાં આવ્યો હતો, જેમાં હાઇકોર્ટે નવા ટ્રસ્ટીઓને સાંભળવા પ્રાંત અધિકારીને હત્પકમ કર્યેા હતો, તેમાં પ્રાંત અધિકારીમાં વિધાર્થીઓ તરફથી થયેલી દલીલો સરકાર પક્ષ દ્રારા પણ માન્ય રાખવામાં આવી હતી, તેમાં પ્રાંત અધિકારીએ ૨૦૧૪માં થયેલી ખાનગી નોંધ રદ કરવા અને મૂળ નોંધ યથાવત રાખવા અને આ જમીન સત્તા પ્રકાર કલમ કે–પ (શિક્ષણ હેતુની જમીન) હોવાનું માન્ય રાખવા હત્પકમ કર્યેા હતો.
વિરાણી સ્કૂલની જમીનનો સત્તા પ્રકાર સી–માંથી કે–૫ કરવા હુકમ
વિરાણી હાઈસ્કૂલની જમીન મામલે આજરોજ પ્રાંત અધિકારી ચાંદની પરમારએ ચુકાદો આપ્યા બાદ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે તા.૧૦–૭–૨૦૨૩ના રોજ હાઇકોર્ટએ કોમન ઓરલ ઓર્ડરથી આ કેસ અત્રે રિમાન્ડ કર્યેા હતો અને હેરિંગ બાદ આજરોજ ગુણ દોષ અનુસાર કેસનું નિકાલ કરવામાં આવ્યો હતો, તેમણે ઉમેયુ હતું કે સમગ્ર મામલો સીટી સર્વે કચેરીમાં નં.૫૯૯૦થી થયેલી વિવાદિત નોંધથી શ થયો હતો, આ વિવાદિત નોંધમાં વિરાણી સ્કૂલની જમીનના કુલ છ હિસ્સા પાડવામાં આવેલા દર્શાવાયા હતા જેમાં ત્રણ હિસ્સા ટ્રસ્ટની ખાનગી ખાનગી માલિકીની અને સરકારે ફાળવેલી જમીનના હતાં તથા અન્ય ત્રણ હિસ્સા રસ્તા પૈકીની જગ્યાના છે.
તેમણે ઉમેયુ હતું કે આજે આપેલા ચુકાદામાં રસ્તા પૈકીના ત્રણ હિસ્સામાં સતા જી કેટેગરી યથાવત રાખવામાં આવી છે.
યારે અન્ય ત્રણ હિસ્સામાં જમીન આપતી વેળાએ જે મૂળ શરત રાખવામાં આવી હતી તે મુજબ એટલે કે આ જમીન કોઈને ભાડે આપી શકાશે નહીં કે તેનો કોઈપણ જાતનો નફો મેળવી શકાશે નહીં મતલબ કે આર્થિક ઉપાર્જન થાય તેવી પ્રવૃત્તિ કરી શકાશે નહીં. આ પ્રકારની નિયંત્રિત શરતો વાળી જમીન ના હિસ્સામાં સત્તા પ્રકાર સી માંથી બદલીને કે–૫ કરવા માટેનો હત્પકમ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech