ભારત વિશ્વમાં ભૂગર્ભજળનો સૌથી વધુ ઉપયોગ કરે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન કરતા પણ વધુ છે. ભારતમાં 253 બિલિયન ક્યુબિક મીટર પાણી કાઢવામાં આવે છે, જે વિશ્વના 25 ટકા છે.ચોમાસું લગભગ 100 દિવસ દૂર છે, ત્યારે દેશનું આઈટી હબ અને ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બેંગલુરુ 500 વર્ષમાં સૌથી મોટા જળ સંકટનો સામનો કરી રહ્યું છે. જળ સંકટને કારણે રાજ્ય સરકારે અહીંની 240 માંથી 223 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કયર્િ છે. વોલમાર્ટ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ઘણી આંતરરાષ્ટ્રીય કંપ્નીઓનું ઘર બની ગયેલું બેંગલુરુ હવે પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે જેણે શહેરની તમામ સિસ્ટમ્સ પર પ્રશ્નો ઉભા કયર્િ છે. એક અનુમાન છે કે જો સ્થિતિ આવી જ રહી તો દેશના છ મહાનગરોમાં ટૂંક સમયમાં બેંગલુરુ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ શહેરો મુંબઈ, ચેન્નાઈ, જયપુર, લખનૌ અને દિલ્હીનો સમાવેશ થાય છે.
બેંગલુરુના અધિકારીઓએ શહેરના 257 વિસ્તારોને પાણીની તીવ્ર કટોકટીનો સામનો કરતા જાહેર કયર્િ છે. બેંગલુરુને કાવેરી નદીમાંથી 145 કરોડ લિટર પાણી મળે છે, 60 કરોડ લિટર બાની બોરવેલમાંથી આવે છે. હવે આ બંને સ્ત્રોત સુકાઈ રહ્યા છે. 30 થી વધુ વિસ્તારોમાં દર એકાંતરે પાણી આપવામાં આવી રહ્યું છે. બેંગલુરુ પૂરતો વરસાદ ધરાવતો પ્રદેશ હોવા છતાં અને શહેરમાં આ પાણીનો સંગ્રહ કરવા માટે પૂરતા તળાવો હોવા છતાં પણ આવી સ્થિતિ છે. પરંતુ શહેરના આયોજકોએ તેના પર પૂરતું ધ્યાન આપ્યું ન હતું. આજે આપણે બેંગલુરુમાં જે પાણીની કટોકટી જોઈ રહ્યા છીએ તે આગામી કેટલાક વર્ષોમાં દેશના ઘણા શહેરોને ઘેરી શકે છે. તેનું કારણ એ છે કે 1.4 કરોડની વસ્તી ધરાવતું બેંગલુરુ નબળા ચોમાસા, સતત ઘટી રહેલા ભૂગર્ભજળ, જળાશયો સુકાઈ રહ્યું છે અને પાણીની ગેરવ્યવસ્થા સાથે અતિશય શહેરીકરણથી પીડાઈ રહ્યું છે અને આ કારણ માત્ર બેંગલુરુ પૂરતું મર્યિદિત નથી. તેથી, જે સ્થિતિ આજે બેંગલુરુની છે તે આવતીકાલે તમારા શહેરની પણ બની શકે છે. હવામાન વિભાગની આગાહી પણ બેંગલુરુમાં મોટા સંકટની પુષ્ટિ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech