રાજ્યમાં આખા કુટુંબ માટે એક જ ઓળખકાર્ડ લવાશે

  • September 01, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં આગામી સમયમાં પરિવાર ઓળખ માટે ખાસ કાર્ડ બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાય સરકાર વિધાનસભા સત્રમાંઆ અંગેનું બિલ લાવવા જઇ રહી છે. કૌટુંબિક ઓળખકાર્ડ એકટ ખરડો ગુજરાત વિધાનસભા સત્રમાં પસાર કરવામાં આવશે.તમામ પરિવાર માટે ખાસ ઓળખ પત્ર બનાવવાની એકટમાં જોગવાઈ રાખવામાં આવશે. આ કાર્ડની વિશેષતામાં તેમા પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે. ૮ ડિઝિટનો પરિવાર આઈડી આપવામાં આવશે. જેના દ્રારા પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અલગ અલગ સમય વિવિધ સર્ટિફિકેટ માટે થઈ રહેલી સમસ્યા નિવારવાનું છે.


ગુજરાત સરકાર દ્રારા આગામી સમયમાં જે પરિવારની ઓળખ માટેનું કાર્ડ આપવામાં આવશે તેનાથી અનેક ફાયદા લોકોને થશે. આ કૌટુંબિક ઓળખકાર્ડ ને જન્મ, મૃત્યુ અને લના રેકોડર્સ સાથે લિંક કરવામાં આવશે. જેથી યારે પણ જીવનમાં આવી ઘટનાઓ બને ત્યારે ડેટાનું સ્વચાલિત અપડેટ સુનિશ્ચિત થાય. કૌટુંબિક ઓળખકાર્ડ વિવિધ યોજનાઓ જેવી કે શિષ્યવૃત્તિ, સબસિડી અને પેન્શનને લિંક કરશે. જેથી સુસંગતતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી શકાય તેમજ વિવિધ યોજનાઓ, સબસિડી અને પેન્શનના લાભાર્થીઓની સ્વત: પસંદગીને સક્ષમ કરી શકાય. કૌટુંબિકઓળખકાર્ડ ડેટાબેઝની આપમેળે પૂછપરછ કરવામાં આવશે. એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય, પછી પરિવારો દરેક વ્યકિતગત યોજનાઓ હેઠળના લાભો મેળવી શકશે.

એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય પછી, પરિવારોએ દરેક વ્યકિતગત યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરવાની જર નથી. વધુમાં એકવાર ડેટાબેઝમાં ડેટા અપલોડ થયા પછી લાભાર્થી દ્રારા કોઈ વધુ દસ્તાવેજો સબમિટ કરવાની જર રહેશે નહીં તે પ્રકારની જોગવાઈ એકટમાં હોવાની શકયતા છે. આ પ્રકારનું કાર્ડ અગાઉ હરિયાણા અને કેરળમાં લાગુ કરવામાં આવ્યુ છે. ત્યારે હવે ભારતના ત્રીજા રાય ગુજરાતમાં પણ આ યોજના લાગુ કરવામાં આવશે.આ કૌટુંબિક ઓળખ કાર્ડનો મુખ્ય હેતુ સરકારની યોજનાઓના લાભમાં વિલબં ના થાય તે માટેનો છે. સાથે જ પરિવારના દરેક સભ્યને યોજનાનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application