રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે હવે આ યુદ્ધ સમા થાય તેવા સાનુકુળ અણસાર મળી રહ્યા છે અનેરશિયાએ આ યુદ્ધને સમા કરવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. પુતિને શરત મૂકી છે કે જો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલ કરે તો હત્પં શાંતિ વાટાઘાટો માટે તૈયાર છું.
જીનીવામાં સંયુકત રાષ્ટ્ર્રમાં મોસ્કોના રાજદૂતે કહ્યું કે જો યુએસ પ્રમુખ–ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલ કરે તો રશિયા યુક્રેન યુદ્ધને સમા કરવા માટે વાતચીત માટે તૈયાર છે. આ દરમિયાન તેમણે એ વાત પર ભાર મૂકયો હતો કે આ મંત્રણા રશિયાના હિતોને ધ્યાનમાં રાખીને થવી જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને પશ્ચિમી દેશોની આકરી ટીકા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો તેઓ રાષ્ટ્ર્રપતિ બનશે તો આ યુદ્ધને ખતમ કરી દેશે. જો કે તેણે એ નથી જણાવ્યું કે તે આ કામ કેવી રીતે કરશે. જિનીવામાં સંયુકત રાષ્ટ્ર્રમાં રશિયાના રાજદૂત ગેન્નાડી ગેટિલોવે કહ્યું, ટ્રમ્પે યુક્રેન સંકટને રાતોરાત હલ કરવાનું વચન આપ્યું હતું. સાં, તેમને પ્રયાસ કરવા દો. પરંતુ અમે વાસ્તવિકતામાં જીવતા લોકો છીએ.તેમણે વધુમાં કહ્યું હતું કે, પરંતુ જો તેઓ રાજકીય પ્રક્રિયા શ કરવા માટે કોઈ પહેલ કરે અથવા સૂચન કરે તો તે આવકાર્ય છે. તેમણે કહ્યું કે આવી કોઈપણ મંત્રણા જમીની વાસ્તવિકતાઓ પર આધારિત હોવી જોઈએ કારણ કે બે વર્ષના સંઘર્ષને કારણે રશિયન દળો યુક્રેનમાં એક વર્ષમાં સૌથી ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે અને હવે તેઓ નિયંત્રણમાં છે.
તે જ સમયે, યુક્રેનિયન રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીએ વારંવાર કહ્યું છે કે યાં સુધી તમામ રશિયન દળોને હાંકી કાઢવામાં ન આવે અને ક્રિમીઆ સહિત મોસ્કો દ્રારા કબજે કરાયેલા તમામ પ્રદેશો પાછા ન આવે ત્યાં સુધી શાંતિ સ્થાપિત થઈ શકશે નહીં. ઝેલેન્સકીએ ગયા અઠવાડિયે બુડાપેસ્ટમાં યુરોપિયન નેતાઓને કહ્યું હતું કે રશિયાને આપવામાં આવતી છૂટ યુક્રેન માટે અસ્વીકાર્ય અને સમગ્ર યુરોપ માટે આત્મઘાતી હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ચોકી પર બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીનું એન્કાઉન્ટર
December 23, 2024 11:00 AMલોન નહીં ભરનારાને છ માસમાં જ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરો
December 23, 2024 10:56 AMઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech