જૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ

  • December 23, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં પોલીસ લાઈનમાં રહેતા બી ડિવિઝનના પીએસઆઇનુ શનિવારે રાત્રે તેના ઘરે તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.યાં તેનું સારવાર દરમિયાન મોત થતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ છે.
જૂનાગઢમાં બી ડિવિઝનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિંમતભાઈ દેવેન્દ્રભાઈ પરમાર (ઉં.વ.૪૯) શનિવારે રાત્રે પોલીસ લાઈન કવાર્ટર નંબર બી ૫૬૦ ખાતે હતા. તે દરમિયાન રાત્રે સાડા દસ થી અગિયાર વાગ્યા આસપાસ એકાએક ચક્કર આવી જમીન પર ઢળી પડા હતા.તબિયત લથડવાના બનાવમાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ત્યાં તેને લોહીની ઉલટી થયા બાદ આઈસીયુ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી.યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.હિંમતભાઈ અગાઉ ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા હતા.ત્યારબાદ જૂનાગઢ બદલી થઈ હતી અને છેલ્લ ા એક વર્ષથી જૂનાગઢ બી ડિવિઝનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા.પોલીસ કર્મીનું નિધન થતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ છે.બનાવ અંગે  હિંમતભાઈના પુત્ર ધવલભાઈએ પિતાની તબિયત લથડયા બાદ સારવાર દરમિયાન મોત થયા અંગે જાહેર કયુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application