જેતપુર સાડી ઉધોગના દૂષિત પાણી ઉબેણ નદીમાં છોડવામાં આવતા જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ સંકલન સમિતિની બેઠકમાં કલેકટર ની અધ્યક્ષતામાં જ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ધારાસભ્યના જણાવ્યા મુજબ પ્રદૂષણ વિભાગની બેદરકારીના કારણે જૂનાગઢ તાલુકાના ઝાલરસર ગામમાં દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે નદીના પટનું પાણી એટલું ખરાબ છે કે પી પણ શકાતું નથી જેથી આગામી દિવસોમાં આ અંગે કાર્યવાહી નહીં જાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ પ્રદૂષણ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટ્રનીતિના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલી થઈ રહી છે બે વર્ષથી ફરિયાદ કરવામાં આવે છે પરંતુ દૂષિત પાણી અંગે કોઈ પણ કાર્યવાહી થઈ નથી. પાણી દૂષિત થવાથી ખેતીમાં પિયતમાં પણ નુકસાની થઈ રહી છે. રિપોર્ટ માગવામાં આવે છે ત્યારે બિસલેરી નું પાણી સેમ્પલ તરીકે મોકલી આપવામાં આવે છે અને જેથી દૂસિત ન હોવાનો રિપોર્ટ આવતા સરકાર અને વહીવટી તંત્રને ગેરમાર્ગે પ્રદૂષણ વિભાગ દ્રારા દોરવામાં આવે છે. આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના લોકો આંદોલન કરવાની રહે છે ત્યારે તેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ પણ જોડાવાની જચીમકી આપી હતી.
ધારાસભ્ય દ્રારા તો તંત્રને ત્યાં સુધી કહી દીધું હતું કે જો પ્રદૂષણ વિભાગના અધિકારીઓ તેના પરિવાર સાથે એક સાહ સુધી જાલણસર ગામેથી પસાર થતી નદીનું પાણી પીવે તો હત્પં ધારાસભ્ય દંડવત કરવા પણ તૈયાર છું. જેથી લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech