કોટેચા ચોક: વાહનો માટે સાત કોઠા વિંધવા જેવો એસિડ ટેસ્ટ

  • July 24, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ટ્રાફિકનો કાળો કકળાટ દિવસે ને દિવસે વધી રહ્યો છે, એમાય રાજકોટનો રાજમાર્ગ ગણાતા કાલાવડ રોડ પરની કોટેચા ચોકનો ટ્રાફિક તો તોબા તોબા છે. કોટેચા ચોકમાંથી વાહન લઈને પસાર થવું હોય એટલે અભીમન્યુના સાત કોઠા વિંધવા જેવો એસિડ ટેસ્ટ વાહન ચાલકો માટે થઈ પડે છે. સવાર અને સાંજના સમયે વાહનોની અડધો કિલોમીટર જેટલી કતાર લાગી જાય છે. આ બધા દ્રશ્યો બંદોબસ્તમાં હાજર રહેતી ટ્રાફિક પોલીસ રોજીંદા નરીઆંખે નિહાળે તો છે જ. આવી જ રીતે કરોડોના ખર્ચે મુકાયેલા સીસીટીવી કેમેરામાં પણ ટ્રાફિકજામના આ દ્રશ્યો એસી ચેમ્બરોમાં બેસતા અધિકારીઓને પણ દેખાતા જ હશે પરંતુ કોણ જાણે કોઈના પેટનું પાણી હલતું નથી અને આ સમસ્યામાંથી શહેરીજનોને છૂટકારો મળતો નથી.
રાજકોટમાં દિનપ્રતિદિન વધી રહેલા ટ્રાફિકમાં હવે કાર લઈને નીકળવું એ એક પ્રકારની સજારૂપ બની ગયું છે. રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની સ્ટ્રેન્થ વધી ટ્રાફિક બ્રિગેડની પણ સમયાંતરે ભરતીઓ થાય છે અને આ આકં પણ અત્યારે એક હજારથી વધુ બ્રિગેડનો થઈ ગયો છે. આમ છતાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થઈ હોય તેવું કોઈ વાહન ચાલક અનુભવી શકતો નહીં હોય. કાલાવડ રોડ પરના કોટેચા ચોકમાંથી પસાર થવાનું નામ પડે એટલે વાહન ચાલક માટે હાલના સંજોગોમાં વિકટ કે સંકટ જેવું છે. સવારના સ્કૂલના સમયે તેમજ બપોરે સ્કૂલ–કોલેજ છૂટવાના સમયે વાહનોની કતારો કોટેચા ચોકમાં લાગી જાય છે. કોટેચા ચોકમાં ટ્રાફિક પોલીસ સાઈડ સિલ પર હોય છે તેમાં વધુ કામ તો વોર્ડનના ખભે જ મુકાયેલું હોય છે. આ સર્કલ પર એક સાઈડ ખુલે એટલે અન્ય ત્રણ સાઈડ પર વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે. આવી જ રીતે સાંજના સમયે પણ વાહનોના થપ્પા થઈ જાય છે અને ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકો તોબા તોબા પોકારી ઉઠે છે.
કેકેવી સર્કલથી આવતા વાહનોને કોટેચા ચોકમાં થંભાવવામાં આવે એટલે કયારેક સેંટ મેરી સ્કુલ સુધી વાહનોના થપ્પા લાગી જાય છે. આવી જ રીતે સામેની સાઈડ બધં થાય ત્યારે મહિલા કોલેજ, અંડર બ્રિજ નજીક સુધી વાહનોની લાઈનો થઈ પડે છે. આવી જ સમસ્યા યુનિ. રોડ તરફથી આવતા માર્ગની છે. સર્કલ પાસ કરવા માટે કયારેક ત્રણ–ચાર વખત સાઈડ ખુલે ત્યારે વાહન ચાલકને આ સાત કોઠા વિંધવા જેવું કોટેચા સર્કલ પાસ કરવાનો માંડ મોકો મળે છે.
ટ્રાફિક પોલીસ સવારથી સાંજ સુધી સર્કલ પર તહેનાત હોય છે પરંતુ આ ટ્રાફિક સમસ્યા સોલ્વ કરવી તેમના હાથ ટુંકા પડી રહ્યા હોય અથવા ગજા બહારની વાત હોય એ રીતે રોજેરોજ આ સમસ્યા વકરી રહી છે. ટ્રાફિક પોલીસનો કોટેચા ચોક પર પન્નો ટુંકો પડી રહ્યો છે કે પછી નિ ાપુર્વક ફરજ બજાવવામાં આવતી નથી ? રોજેરોજ આ ટ્રાફિકના વમણમાં પીસાઈ રહેલા શહેરીજનોને મુકિત અપાવવા માટે કોઈ ઠોંસ પ્રયાસ થશે ખરા ? આવો રોજના કોટેચા ચોકમાંથી પસાર થતાં હજારો વાહનધારકોના મનમાં સવાલ અને આ સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ સામે રોષ પણ હશે.


ટોળાંની નહીં ટકોરાબધં પોલીસની જરૂર
કોટેચા ચોકમાં ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ અને વોર્ડનના ટોળા ઉતારી દેવાય છે. ખરેખર તો માથા વધ્યા જેવું જ માત્ર બન્યું છે. સ્ટાફ હોય છે એમાંથી મહત્તમ સાઈડમાં બેઠા હોય અથવા મોબાઈલમાં મ હોય છે. ખરેખર સાચા ફરજનિ  કે કોઈ ટકોરાબધં પોલીસ કર્મીઓને ફરજ પર મુકવામાં આવે તો પણ આ સર્કલે ટ્રાફિક ટેરર ઘણો ખરો હળવો થઈ શકે તેમ છે. પોલીસ કઈ રીતે શું ફરજ બજાવી રહી છે તે બધું સીસીટીવી કેમેરામાં તો દેખાતું જ હોય છે. તેના પર મોનીટરીંગ રાખીને પણ પોલીસ અધિકારીઓ ધારે તો મહદઅંશે ટ્રાફિક સોલ્યુશન લાવી શકે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application