આ એક સેલ્ફીએ આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ફસાતા બચાવ્યો

  • May 17, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પી. ગોસાવી નામના NCBના મળતિયાએ લીધેલી સેલ્ફી કેસનો ટર્નિંગ પોઇન્ટ
  • આખો કેસ પલટાતા આર્યનને બદલે રેડ પાડનારા સમીર વાનખેડ ફસાઇ ગયા


બે વર્ષ પહેલાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું ડ્રગ્સ કેસમાં નામ સામે આવતા બોલીવૂડ જ નહીં સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ હતી. આર્યનની ધરપકડ થઇ પરંતુ આખરે તે કેસમાંથી નિર્દોષ છૂટી ગયો. તેની પાછળ એક સેલ્ફી જવાબદાર છે. આ સેલ્ફીએ આર્યન ખાનને તો બચાવી જ લીધો, સાથે જ આખા કેસને પણ પલટી નાખ્યો. હવે, એ સમયના એનસીબી ચીફ સામે એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે.


આ કેસમાં હવે જણાઇ રહ્યું છે કે આર્યન ખાનને બહાર કાઢવા માટે 25 કરોડની લાંચ માગવાના આરોપમાં એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડે સામે એફઆઈઆર નોંધાઈ છે. પરંતુ,  જો આ સેલ્ફી ન હોત તો હકીકત ક્યારેય સામે ન આવી હોત. આર્યનની એક સેલ્ફીએ આ સમગ્ર કેસને પલટી નાખ્યો. માત્ર એક સેલ્ફીના કારણે આર્યનને ડ્રગ્સ કેસમાં રાહત મળી ગઈ.


આ સેલ્ફી હતી પી ગોસાવી નામના એક શખસ સાથેની. જેણે  નાર્કોટિક્સ કન્ટ્રોલ બોર્ડની ઓફિસમાં એક સેલ્ફી લીધી હતી. આ સેલ્ફી ઓક્ટોબર 2021માં સામે આવી હતી. એનસીપીના નેતા નબાવ મલિકે આ સેલ્ફીને લઈને સૌથી પહેલા સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે, પી ગોસાવી એનસીબીમાં નથી, છતાં તે કઈ રીતે એનસીબીની ઓફિસની અંદર આરોપીની સાથે સેલ્ફી લઈ રહ્યો છે. આ સેલ્ફી પછી જ કેસએ એક બીજો ટર્ન લીધો.


હકીકતમાં એનસીબીએ પી ગોસાવી અને તેના એક સાથી સાંવિલ ડિસૂઝાને એવા બતાવ્યા કે જાણે તે બંને એનસીબીમાં જ હોય, જ્યારે કે તે બંને  ઘટનાના સ્વતંત્ર સાક્ષી હતા. પી ગોસાવીની કારમાં જ આર્યન અને બીજા આરોપીઓને લવાયા હતા. તેને એનસીબીની ઓફિસમાં આવવા-જવાની છૂટ હતી. તે બંને આર્યન સાથે વાત કરી રહ્યા હતા, તેમની સાથે ફોટા પડાવી રહ્યા હતા.


આ મામલે જ્યારે તપાસ શરૂ થઈ તો જાણવા મળ્યું કે, પી ગોસાવી એનસીબી માટે શાહરૂખની સાથે 25 કરોડની ડીલ કરાવી રહ્યો હતો. પુત્ર આર્યનને છોડવાના બદલામાં શાહરૂખ ખાન પાસેતી 25 કરોડની માગ કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ એનસીપીની વિજિલન્સ ટીમ તપાસ કરી રહી હતી અને 11 મેએ સીબીઆઈને તેણે પોતાની નોટિસ સોંપી હતી. તે પછી બીજા દિવસે 12 મેએ સમીર વાનખેડે સામે એફઆઈઆર નોંધી હતી.


ત્યાર બાદ 25 કરોડની લાંચ લેવાના આરોપમાં એનસીબીના તત્કાલીન ઓફિસર સમીર વાનખેડે સામે સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. સમીર વાનખેડેના ઘર અને અન્ય જગ્યાઓએ સીબીઆઈએ ગત શુક્રવારે દરોડા પણ પાડ્યા હતા. 



સીબીઆઈની આ કાર્યવાહી પર બોલતા સમીર વાનખેડે જણાવ્યું હતું કે... શુક્રવારે સીબીઆઈના 18 અધિકારીઓએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા અને એ દરમિયાન તેમની પત્ની અને બાળકો ઘરે હાજર હતા. વાનખેડેએ દાવો કર્યો હતો કે, સીબીઆઈએ તેમની પત્નીનો ફોન પણ કબજો કર્યો હતો. સમીર વાનખેડે કહ્યું કે, 'મને દેશભક્ત હોવાનું ઈનામ આપવામાં આવી રહ્યું છે.' તેમણે કહ્યું હતું કે, સીબીઆઈના 18 અધિકારીઓએ મારા ઘરે 12 કલાકથી વધુ તપાસ કરી હતી. જેમાં તેમને 23 હજાર રૂપિયા અને ચાર મિલકતોના કાગળ મળ્યા હતા. વાનખેડે કહ્યું કે, તેઓ સેવામાં જોડાયા તે પહેલેથી આ મિલકતો તેમની પાસે હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application