મહિલાને પુષ સમોવડી કહેવું એ જ તેના અસ્તિત્વનું અપમાન

  • March 08, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈશ્વર તક આપે એ તક ને જયારે યોગ્ય સમયે ઝડપી લેવામાં આવે તો લાઇફનો ટર્ન વહેલા મોડા સમયે કંઈક અલગ દિશા તરફ જ વળે છે. આવી જ ઈશ્વરે એક નહીં બે બે તક આપી અને જીવનના ખુબ મુશ્કેલીના દિવસોમાંથી આજે શાંતિની લાઈફ જીવી રહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નસગ સ્ટાફ તરીકે ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા અણાબેન ઉદયભાઈ કામળીયા (રાઠોડ) પોતાની સંઘર્ષથી શાંતિની લાઈફમાં વચ્ચે રહેલી ભીતરની વાત તેમના જ શબ્દોમાં આજકાલ ને જણાવ્યું હતું કે, હત્પં મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું, ૨૦૦૨માં જીએનએમ પૂં કર્યા બાદ લ થયાને ૨૦૦૪માં ગવર્મેન્ટ નસગનો જામનગર જીજી હોસ્પિટલનો ઓર્ડર આવ્યો પરંતુ પારિવારિક હા ના માં સરકારી નોકરી કે જેને ભાગ્યે જ મળે એ નોકરીનો ઓર્ડર મેં જતો કર્યેા, બાદ જામનગરની ખાનગી હોસ્પિટલમાં જોબ કરી સસરા પક્ષનો સુખી સંપન્ન પરિવાર હતો પરંતુ સમયે અહીં ફ બદલી અને ગવમેન્ટ કોન્ટ્રાકટ રાખતા સસરાનું અવસાન થતા પરિવાર ઉપર અણધારી આફત આવી પડી અને સુખના દિવસો છાંયા માંથી તડકો આવે એમ બદલાઈ ગયા, પરિવારની વિખેરાયેલી સ્થિતિમાં મદદપ થવા પ્રાઇવેટ નોકરીની સાથે સાથે રાત્રે હોમકેરનું કામ પણ ચાલુ કયુ, દિવસ રાતની મહેનત બાદ જામનગરથી મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં નોકરી કરી મળી. માત્ર કપડાંનું એક પોટલું લઇને પતિ સાથે મીઠાપુર આવ્યા અને ૮૦૦ પિયા ભાડામાં મકાન રાખી એક શઆત કરી. આ સમયે સંતાનોને દૂધ પીવડાવવાના પણ પૈસા નહતા. ઉછી ઉધારા, વ્યાજએ લઇ જેમ તેમ કરી દિવસો કાઢા. આમ ચાર વર્ષ જેટલો સમય મીઠાપુર નોકરી કરી બે દીકરી અને બે દીકરાના અભ્યાસ માટે અમે રાજકોટ રહેવા આવ્યા ને અહીંની પ્રાઇવેટ હોસ્પિટલમાં એક વર્ષ નોકરી કરી બાળકોને સારો અભ્યાસ સાં શિક્ષણ શ કરાવ્યું. એ સમયે ફરી ગર્વમેન્ટ નસગના ફોર્મ ભરાતા હોવાથી મારી ક્રી મિત્રોએ કેટલું સમજાવી મને ફોર્મ ભરાવ્યું અને ૨૦૦૯માં મને ફિકસ ૩૫૦૦ના પગારમાં ફરી ગવર્મેન્ટ નોકરીનો ઓર્ડર મળ્યો એ મેં તક જવા ન દીધી અને જામનગર જીજી હોસ્પિટલથી નોકરીની શઆત કરી ધીમે ધીમે ગ્રેડ–પે વધતો ગયો અને જામનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બદલી કરાવી પતિની આવકમાં ટેકો પુરાવી સંતાનોમાં બે દીકરીના લગ્ન કરાવ્યા જયારે બે દીકરાને સાં શિક્ષણ પણ અપાવ્યું. જે આજે બંને નોકરી કરી રહ્યા છે. અને પરિવાર સાથે ખુબ સારી લાઈફ જીવી રહી છું

શકિતને વંદન:  કમર તોડી કામ કરી,નેત્રહિન સંતાનોના જીવનનો ઉજાસ બનતી મા
એક એવું વ્યકિતત્વ જે આર્થિક રીતે નબળું પણ હિંમતથી સબળ છે, અતિ કપરી સ્થિતિમાં એક પુત્રવધુ, મા અને વર્કિગ વુમન્સ તરીકેની જવાબદારી આજે ગર્વભેર નિભાવી રહ્યા છે. આ વાત છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઠ વર્ષથી એમ.જે.સોલંકી એજન્સી હેઠળ આયાબેન તરીકે કામ કરતા ભાનુબેન રમેશભાઈ મુછડીયાની નાના એવા મકાનમાં ૮૫ વર્ષના વયોવૃધ્ધ સાસુ,એક પુત્ર, ત્રણ પુત્રી કે એ જેમાંથી બે પુત્રી જન્મજાત દ્રષ્ટ્રિની ખામી ધરાવે છે. ૬ પરિવારના સભ્યોનું ગુજરાન ભાનુબેન ૮ કલાકની નોકરી ઉપરાંતના પણ કામ કરી પરિવારના હસતા રમતા માળામાં વાત્સલ્યનું વ્હાલ પુરી રહ્યા છે. આજકાલ ની ટીમ આ નારી શકિતને બિરદાવવા તેમના ઘરે થોરાળાના આંબેડકર નગરમાં પહોંચી હતી. ભાનુબેનએ આજકાલ સાથે તેમના ભીતરનો ભુતકાળ અને વર્તમાનની વાસ્તવિકતા તેમના જ શબ્દોમાં વર્ણવી હતી. કહ્યું હત્પં કે, ૧૫ વર્ષ પહેલા આજીડેમ નજીક વિઠલવાવ પાસે ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં પતિનું મૃત્યુ થયું હતું. એ સમયે ચારેય સંતાનો નાના હતા. ઘરમાં ૫૦ પિયા પણ નહતા ત્યારે નણદં સહિતનાએ મદદ કરી હતી મારે આ માથે નહતું રાખવું એટલે નજીકમાં જ લાઇટરના કારખાનામાં દિવસે ૬૦ પિયાના રોજમાં કામે જતી અને રાત્રે રોડ વાળવાનું કામ કરતી જેના મહિને ૩૦૦૦ પિયા આપતા હતા આ પૈસામાંથી સાસુ, સસરા, અને ચાર સંતાનોનું ગુજરાન ચલાવવાનું હતું. ખેંચ પડતી ત્યારે સાથે કામ કરતા મહિલાઓ પાસેથી ઉછીના પૈસા લેતી અને પગાર થાય ત્યારે પાછા આપી દેતી, આમ કરી ને નણંદે આપેલા પૈસા પણ કટકે કટકે પરત કરી દીધા. મહિનાના કેટલાય દિવસ એવા હતા કે ચટણી ને રોટલો ખાઈને સુઈ જતા હતા. આ વાત કરતી વખતે ભાનુબેનની આખં ભીની થઈ હતી પણ મન થી મજબુત હતા, સંઘર્ષ સફરને આગળ વાત કરતા કહ્યું હતું કે, સસરાના અવસાન પછી ઘરમાં મુખ્ય વ્યકિત તરીકે હત્પં જ હતી. એક સમયે મારી માનસિક હાલત પણ ખરાબ થઇ ગઈ હતી. પણ જવાબદારીએ એમાંથી પણ બહાર કાઢી ધીમે ધીમે સંતાનો પણ મોટા થવા લાગતા ભણાવવા સહિતનો ખર્ચ પણ વધ્યો હતો. એટલે વધુ પૈસા મળે માટે પારકા કામ પણ કરી લેતી. નજીકમાં રહેતા પરિચિતની મદદથી સિવિલ હોસ્પિટલમાં એમ.જે.સોલંકી એજન્સી હેઠળ આયાબેન તરીકે નોકરીએ લાગી આજે નોકરીને આઠ વર્ષ થઇ ગયા છે. ત્રણ દીકરીમાં બે દીકરીને જન્મ જાત આંખની તકલીફ છે જેમાં એક દીકરીને વધુ તકલીફ હોવાથી એ ગોંડલ રોડ પર આવેલા અધં આશ્રમમાં રહી કોલેજનો અભ્યાસ કરે છે. જયારે બે દીકરી ઘરકામ કરે છે. દીકરો કોલેજના અભ્યાસની સાથે ૩૦૦૦ના પગારમાં કોમ્પ્યુટરની નોકરી કરી ઘર ખર્ચમાં મદદપ બને છે. નાઈટ નોકરીનું પણ કામ મળે છે પરંતુ દીકરીઓને એકલી મૂકી કામે જતા જીવ નથી માનતો એટલે હોસ્પિટલમાં પણ એજન્સીનો સપોર્ટ હોવાથી મને નાઈટ ડુટી નથી આપતા. આજે પણ કોઈ કામ નાનું નથી સમજીને હોસ્પિટલમાં આયા તરીકે કામ કરવા ઉપરાંત પણ બીજાના ઘરના કામ કરી લવ છું. એમ છતાં ઘણીવાર ખેંચ પડે તો સાથી કર્મચારી પાસેથી ઉછીના પૈસા લઈ ને બીજ પગારે પરત પણ કરી દવ છું, કારણ કે મારે દુનિયા સામે નહીં મારા ઘર અને સંતાન સામે જોવાનું છે. મારી માલ, મિલ્કત, ઘરેણું મારા સંતાનો છે. આમ કહેતા ભાનુબેનના આંખમાંથી આસુ પડતા રોકાયા નહતા..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application