ખંભાળિયામાં ખેડૂત આપઘાત પ્રકરણમાં સીટની રચના

  • October 12, 2023 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

ખંભાળિયામાં ખેડૂત આપઘાત પ્રકરણમાં સીટની રચના


ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય તેમજ ખેતપેદાશના કમિશન એજન્ટ તરીકે કામ કરતા ભાયાભાઈ ચાવડા નામના આહિર આધેડે આર્થિક સંકળામણમાં આવી અને ગત તારીખ ૩ ના રોજ ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો.

આ બનાવના અનુસંધાને પડેલા ઘેરા પ્રત્યાઘાતો તેમજ મૃતકના પુત્રીની ફરિયાદ અને રજૂઆતોને ધ્યાને લઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આ ગંભીર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ અર્થે તાકીદની અસરથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસ.આઈ.ટી.)ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ પી.આઈ. કક્ષાના અધિકારીઓ વિવિધ દિશાઓમાં તપાસ કરશે.

આટલું જ નહીં, આ પ્રકરણમાં ખાસ સરકારી વકીલની નિમણૂક માટે પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાયાભાઈ ચાવડાની આત્મહત્યા પ્રકરણમાં પોલીસ દ્વારા પ્રથમ ચરણમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓને ચાર દિવસના જ્યારે આજરોજ અન્ય એક આરોપીને ઝડપી લઈ, બે દિવસના રિમાન્ડ પર લીધા છે. આ પ્રકરણમાં હજુ પણ ત્રણ આરોપીઓની અટકાયત બાકી હોય, અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પી.આઈ. યુ.કે. મકવા તેમજ સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application