2000 વર્ષ જૂનું ડરામણું મમી,  હજુ પણ દુનિયા માટે રહસ્યમય

  • September 12, 2024 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયામાં ઘણી એવી રહસ્યમય વસ્તુઓ છે. જેના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. દુનિયાની એક એવી રહસ્યમયી મમી વિશે જે લોકો માટે એક મોટું રહસ્ય છે. આ મમી 2000 વર્ષ જૂની છે  પરંતુ તેનું આખું શરીર હજુ પણ સુરક્ષિત છે. તે ધ લેડી ઓફ ડાઈ અથવા ઝિન ઝુઈ નામની ચાઈનીઝ મહિલાની મમી છે. આ મહિલાનું મૃત્યુ 78 અને 145 બીસીની વચ્ચે થયું હતું. જ્યારે 1971માં એક મહિલાની કબર આકસ્મિક રીતે મળી આવી હતી. ત્યારે પેલિયોન્ટોલોજિસ્ટની આંખો પહોળી થઈ ગઈ હતી.


મહિલાના અંગો હજુ પણ અકબંધ છે. તે જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઝિન ઝુઈની કબર પાસે રાખવામાં આવેલી વસ્તુઓ જોઈને ખબર પડી કે તે ખૂબ જ અમીર મહિલા હતી. જ્યારે તે જીવતી હતી ત્યારે તે ખૂબ જ અમીર હતી. આ મહિલાને અત્યાર સુધીની સૌથી સુરક્ષિત મમી ગણાવવામાં આવી રહી છે. મહિલાની ત્વચા હજુ પણ ભેજવાળી છે અને તેની આંખો બંધ છે. તેની નસોમાં હજુ લોહી પણ છે


જ્યારે વૈજ્ઞાનિકોએ મહિલાના શરીરની તપાસ કરી તો તેમને પેટ અને આંતરડામાં 100 તરબૂચના બીજ મળ્યા. એવું માનવામાં આવતું હતું કે મહિલાએ તેના મૃત્યુ પહેલા તરબૂચ ખાધું હશે. બે હજાર વર્ષ પછી પણ મહિલાનું શરીર કેવી રીતે સુરક્ષિત છે તે હજુ પણ એક રહસ્ય છે.


મહિલાની નસોમાં હજુ લોહીનો ગઠ્ઠો પણ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મૃત્યુ સમયે આ મહિલાની ઉંમર 50 વર્ષની હશે. મહિલાનું વજન વધારે હતું અને તેને ડાયાબિટીસ પણ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application