પ્રદર્શન મેદાનમાં બાળકને હડફેટે લેતા વિફરેલા ટોળાએ કાર પર પથ્થરમારો કર્યો

  • November 27, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પ્રદર્શન મેદાનમાં ગઇ સાંજે એક કાર ચાલકે ગ્રાઉન્ડની અંદર કાર ચલાવતી વખતે ઝુપડપટ્ટીમાં રહેતા એક બાળકને હડફેટેમાં લઈ લીધો હતો. જે બનાવ પછી કારચાલક પોતાની કાર છોડીને ભાગી છૂટ્યો હતો.
 દરમિયાન ઝુપડપટ્ટીના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને ઉશ્કેરાયેલા ટોળાએ પ્રદર્શન મેદાનની વચ્ચે ઊભેલી કાર પર ચારેય તરફથી પથ્થર મારો શરૂ કરી દીધો હતો. નાના નાના બાળકોથી લઈને અનેક ઝુંપડાવાસીઓએ કાર પર પથ્થરમારો કરી ભારે નુકસાની પહોંચાડી હતી.
 આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં જ્યાં સુધી પોલીસના આવી ત્યાં સુધી ટોળાએ પથ્થરમારો કરવાનો ચાલુ રાખ્યો હતો. દરમિયાન સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, ત્યારે નાશ ભાગ થઈ હતી.  આ મામલામાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવમાં ઇજાગ્રસ્ત બાળકને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, જ્યારે પોલીસે કારના ચાલકની શોધખોળ આદરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application