ધરમપુરની નદીમાં તણાઈ ગયેલી મહિલાની અવિરત શોધખોળ

  • July 22, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઈને પતો સાંપડે તો લાલપુર પોલીસનો સંપર્ક સાધવા કરાયો અનુરોધ

લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહેતી દક્ષાબેન રુડાભાઈ રાઠોડ નામની ૩૮ વર્ષ ની મહિલા, કે જે ગત ૧૯.૭.૨૦૨૩ના સાંજના પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરની બાજુમાં આવેલી નદીના વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી,
જેની લાલપુર પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા  શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પરંતુ તેણી નો  આજ દિન સુધી પતો સાંપડ્યો નથી. દક્ષાબેનની ઉંમર ૩૮ વર્ષની છે, તેમ જ તેણે ગુલાબી કલરનું ગાઉન પહેરેલું છે, અને કપાળના ભાગે જૂનું લાગેલાનું નિશાન છે. જેનો કોઈને પત્તો સાંપડે તો લાલપુર પોલીસ મથકમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. કે. મકવાણા નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application