ફલ્લામાં ખરા બપોરે ખુની ખેલ ખેલનારા પોલીસના સકંજામાં

  • May 03, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુત્રવધુની ઠઠ્ઠા-મશ્કરી કરનારને સમજાવવા જતા સસરાની હત્યા : પતિને ગંભીર ઇજા : સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના પટાંગણમાં છરી, ધોકાથી શખ્સો તુટી પડયા : ત્રણ સામે ગુનો દાખલ

જામનગર તાલુકાના ફલ્લા ગામે ગઇકાલે ભર બપોરે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસે ખુની ખેલ ખેલાયો હતો, જેમાં પિતાની હત્યા થઇ હતી જયારે પુત્રને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પુત્રવધુની  બેંકનો સહકર્મચારી ઠઠ્ા મશ્કરી કરતો હોય જે બાબતે સમજાવવા જતા આરોપીઓએ હુમલો કર્યો હતો બનાવ અંગે ત્રણ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે, પોલીસ દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કયર્િ છે.
આ બનાવની વિગગત એવી છે કે ફલ્લાના સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હંગામી કર્મચારી તરીકે નોકરી કરતા મુળ ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામની અંકીતાબેનને ફલ્લા ગામના અને આજ બેંકમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા ધવલ શાંતીલાલ મોરડીયા સાથે છેડતી બાબતની માથાકુટ ચાલી હોય યુવતિના પતિ મિલન અને તેના પિતા ગોવિંદ ઓધવજીભાઇ ઘેટીયા ગઇકાલે બપોરે ફલ્લા બેંકે આવીને આ બાબતે સમજાવતા હતા, વાતચીત ઉગ્ર બની હતી, ઝપાઝપી બોલી ગઇ હતી.
દરમ્યાનમાં ધવલે ઉશ્કેરાઇને છરી વડે હુમલો કરતા યુવતિના સસરા ગોવિંદભાઇ ઘટના સ્થળે ઢળી પડયા હતા, જયારે મિલનને પણ છરીના ઘા ઝીંકી દેતા લોહી નીકળતી હાલતમાં 108 મારફત જામનગરની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, બનાવની જાણ થતા પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, અને વૃઘ્ધના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા ગ્રામીણ બેંક વિસ્તારને કોર્ડન કરીને બંદોબસ્ત જાળવ્યો હતો, હત્યાના બનાવના પગલે ફલ્લામાં ભારે હાહાકાર મચી ગયો હતો, લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા, પોલીસ દ્વારા ગુનો નોંધવા તજવીજ હાથ ધરીને પ્રાથમિક વિગતો જાણી હતી, એ પછી સાતેક જેટલા શખ્સોને પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
દરમ્યાનમાં ધ્રોલના ખેંગારકા ગામના વતની અને હાલ મોરબી રોડ, સેટેલાઇટ ચોક ખાતે રહેતા અને પ્રિન્ટર રિપેરીંગ કામ કરતા અંકિત ગોવિંદભાઇ ઘેટીયા (ઉ.વ.32)એ પંચ-એમાં ફલ્લા ગામના ધવલ મોરડીયા, તેના ભાઇ ચિરાગ ઉર્ફે ભોલો મોરડીયા તથા જીતેન્દ્ર મોરડીયા આ ત્રણેય વિરુઘ્ધ આઇપીસી કલમ 302, 307, 324, 323, 114, તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આ ફરીયાદમાં જણાવ્યુ હતું કે, ફરીયાદીના ભાઇ મિલનના પત્ની અંકિતાબેન સાથે ફલ્લા ગ્રામીણ બેંકમાં કામ કરતા ધવલે અગાઉ તેણીની ઠઠ્ઠા મશ્કરી કરતો હોય એ બાબતે ફરીયાદી તથા મિલન અને મરણજનાર ગોવિંદભાઇ ત્રણેય ગઇકાલે બપોરે બેંક ખાતે સમજાવવા માટે ગયા હતા જયાં આરોપીઓએ છરી અને ધોકા સાથે આવી આરોપી ધવલે છરી વડે ગોવિંદભાઇ (ઉ.વ.55)ને ગરદનના ભાગે તેમજ આરોપી જીતેન્દ્રએ ધોકા વડે આડેધડ ઘા મારી મોત નિપજાવ્યુ હતું તથા  ત્રણેય આરોપીઓએ છરી, ધોકા વડે મિલનભાઇને આડેધડ ઘા ઝીંકી માથા, મોઢા અને નાક પર તેમજ છાતીના ભાગે મારી નાખવાના ઇરાદે જીવલેણ ઇજાઓ પહોચાડી હતી.
ઉપરાંત આરોપી ધવલ અને જીતેન્દ્રએ છરી, ધોકા વડે ફરીયાદીને અંગુઠા અને વાંસાના ભાગે માર મારી ઇજા કરી એકબીજાને મદદગારી કરી હતી આ ફરીયાદના આધારે ડીવાયએસપી વાઘેલાની સુચનાથી પંચ-એના પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.બનાવના પગલે ભારે ચકચાર ફેલાઇ ગઇ હતી બીજી બાજુ પોલીસે મોડેથી આરોપીઓને રાઉન્ડઅપ કયર્િ છે અને પુછપરછ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application