લાપાસરી ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો: ૬ ઝડપાયા

  • February 03, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની ભાગોળે લાપાસરી ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડો હતો. પોલીસે અહીં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. યારે બે શખસો નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૫૪,૨૦૦ તથા છ મોબાઈલ ફોન અને બે વાહન સહિત કુલ પિયા ૧.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. નાસી ગયેલા બે શખસોને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.


જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે. હત્પણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ખોખડદળ કોટડા સાંગાણી રોડ પર ખોડલ ફાર્મ હાઉસની આગળ લાપાસરી ગામની સીમમાં મંદિરની પાછળ જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસની ટીમે દરોડો પાડો હતો. પોલીસને જોતા જ અહીં નાશભાગ માચી ગઈ હતી જે દરમિયાન બે શખસો નાસી પણ ગયા હતા.
પોલીસે અહીંથી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં કાળુ છોટુભાઈ લોધા (ઉ.વ ૫૨), બાબુ અંબાલાલ પવાર (ઉ.વ ૪૨ રહે.બંને લોધેશ્ર્વર સોસાયટી,ગોંડલ રોડ) ગૌતમ વિનુ લંગાળીયા(ઉ.વ ૨૬ રહે. મવડી), પ્રવીણ ભીમજીભાઇ ધામેલીયા(ઉ.વ ૪૯ રહે. ઓમનગર), અરવિંદ બાબુભાઈ ઝરીયા(ઉ.વ ૪૨ રહે.લોધેશ્ર્વર સોસાયટી) અને વિશાલ ગોપાલભાઈ જરીયા (ઉ.વ ૩૦ રહે. સોસાયટી શેરી નંબર ૧) નો સમાવેશ થાય છે. પોલીસે આ શખ્સો પાસેથી રોકડ પિયા ૫૪,૨૦૦ અને છ મોબાઈલ ફોન તથા રીક્ષા અને બાઇક સહિત બે વાહનો મળી કુલ પિયા ૧.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.


પોલીસે પકડાયેલા શખસોની પૂછતાછ કરતા નાસી ગયેલા બે શખસોના નામ રવિ ઝરીયા, અને કરણ શામજીભાઈ ઝરીયા (રહે.બંને લોધેશ્વર સોસાયટી ગોંડલ રોડ) હોવાનું માલુમ પડતા પોલીસે આ બંને શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.આ કાગગીરીમાં ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા,વિજયરાજસિંહ જાડેજા,કોન્સ. નગીનભાઇ ડાંગર,પ્રદિપસિંહ જાડેજા અને કુલદિપસિંહ રાણા સહિતના સાથે રહ્યા હતાં


વરલી ફિચરનો જુગાર રમતા બે શખસો ઝડપાયા
શહેરના ભગીરથ સોસાયટી વેલનાથ ચોક પાસે વરલી ફિચરનો જુગાર રમી રહેલા મહેન્દ્ર માધુભાઈ ધેણોજા (ઉ.વ ૪૨ રહે ગ્રીનલેન્ડ ચોકડી શિવ નગર) અને સાધુવાસવાણી રોડ પાટીદાર ચોક પાસે વર્લીના આંકડા લઇ જુગાર રમી રહેલા શૈલેષ કરશનભાઈ કાથરોટીયા (ઉ.વ ૫૪ રહે. યુનિવર્સિટી મેઈન રોડ ન્યુ પરિમલ સોસાયટી)ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application