આગામી સમયમાં યોજાનાર નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીના વિસ્તારોમાં હથિયાર સાથે સરઘસ, સભા યોજવા કે તેમાં ભાગ લેવા તેમજ જાહેર સ્થળોએ ફરવા પર પ્રતિબંધ

  • February 03, 2025 07:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા. ૩ ફેબ્રુઆરી, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮- જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪- જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીનું  મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ થાય તે હેતુથી તેમજ જિલ્લામાં સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

જે મુજબ જામનગર જિલ્લાના આત્મ રક્ષણના તથા પાક રક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના પરવાનાવાળા હથિયારો સાથે ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કોઈ સરઘસ કાઢવા, કોઈ સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

આ હુકમ ફરજની રૂએ જેમને સરકારી હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા, સ્વરક્ષણ માટે અંગત હથિયાર પરવાનો મંજૂર કરાયેલ હોય તેવા તમામ સરકારી અધિકારીઓ, તમામ મેજિસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્ષ, સેન્ટ્રલ એક્સાઇડ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ ફરજની રૂએ જેમણે હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા હોમગાર્ડના જવાનોને લાગુ પડશે નહિ. આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application