મોર્ડન માર્કેટમાં એરવેઝ કુરીયરની ઓફીસમાંથી દારુનો જથ્થો મળ્યો

  • May 24, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઇથી પાર્સલમાં દારુ મોકલનાર, મંગાવનાર અને લેવા જનારની સામે ફરીયાદ : ૧૩૯ બોટલ અને કાર મળી ૨.૨૪ લાખનો મુદામાલ કબ્જે

જામનગરના મોર્ડન માર્કેટમાં આવેલી એરવેઝ કુરીયરની ઓફીસમાંથી મુંબઇથી કુરીયર મારફત આવેલ વિદેશી દારુની ૧૩૯ બોટલ પોલીસે કબ્જે કરી હતી દરમ્યાન કાર લઇને દારુ લેવા આવેલો શખ્સ પોલીસને જોઇ નાશી છુટયો હતો આથી કાર કબ્જે લેવાઇ હતી, પોલીસે કુલ ૨.૨૪ લાખનો મુદામાલ જપ્ત કરી દારુ મોકલનાર, મંગાવનાર અને લેવા આવનાર ત્રણ સામે ફરીયાદ દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
જામનગર જીલ્લામાં દારુની બદી સદંતર નાબુદ કરવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી એમ.બી. સોલંકીએ વધુમાં વધુ પ્રોહીના કેસો કરી પ્રોહી અંગેની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે સીટી-બી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.પી.ઝાલાની સુચનાથી પીએસઆઇ ડી.એસ. વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ જયદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ. બળભદ્રસિંહ જાડેજાને ચોકકસ સંયુકત બાતમી મળેલ એરવેઝ કુરીયરમાં જયેશ ચાંદ્રા રહે. જામનગરવાળાએ પાર્સલમાં ઇંગ્લીશ દારુ જથ્થો મંગાવેલ છે જે આધારે એરવેજ કુરીયર નામની ઓફીસે વોચમા રહેતા આરોપીએ ઇંગલીશ દારુ કુરીયરના સ્થળેથી લઇ જવા માટે પોતાની ફોર્ડ ફીગો ફોરવ્હીલ કાર લઇને આવતા આરોપી પોલીસને જોઇને પોતાની કાર કુરીયર ઓફીસે છોડી નાસી ગયો હતો.
કુરીયર ઓફીસે રેઇડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ ૧૩૯ કી. રુા. ૭૪૫૦૦ની મળી આવેલ તેમજ આરોપીએ પોતાની ફોર્ડ ફીગો કાર મુકી જતા રહેલ હોય જે કાર કી. ૧.૫૦ લાખ ગણી કબ્જે કરી કુલ કિ. ૨.૨૪.૫૦૦નો મુદામાલ પોલીસે કબ્જે કરી આ કામે મુંબઇથી મહાવીર ઓટોપાર્ટ પેઢીના નામે ઇંગ્લીશ દારુ મોકલનાર વ્યકતી તથા દારુ જેના નામે આવેલ છે તે રમેશ ચાંદ્રા, અને જામનગર કુરીયર ઓફીસે દારુ લેવા જનાર જયેશ ચાંદ્રા આ ત્રણેય આરોપીઓ વિરુઘ્ધ ધોરણસર થવા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ આપી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application