જિલ્લાના ગ્રામ્ય મથકો પરથી નશાકારક પ્રવાહી સીરપની બોટલોનો જથ્થો ઝડપાયો

  • December 02, 2023 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના તળાજા અને સિહોરમાંથી નશાકારક પ્રવાહી સીરપનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. શહેર બાદ પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ્ય મથકો પર પણ પાન-માવા અને કોલ્ડ્રીંકની દુકાન માં ચેકિંગ હાથ ધરાયું હતું. જે દરમિયાન જિલ્લાના તળાજા અને સિહોરમાંથી નશાકારક પ્રવાહી સીરપની ૪૧૪ બોટલો પોલીસે ઝડપી લીધી હતી.


 આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર નવસારીમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં નશાકારક પ્રવાહી સીરપ અંગે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લામાં પણ પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્યારે તળાજા પોલીસ દ્વારા તાલુકાના ભાલર ગામે દિલીપસિંહ ચંદુભા ગોહિલની શિવમ પાન પાર્લર નામની દુકાનમાં રેડ કરી ચેકિંગ કરવામાં આવતા નશાકારક પ્રવાહી સીરપની બોટલ નંગ ૨૮૨ મળી આવી હતી. જે અંગે પોલીસે નશાકારક પ્રવાહી સીરપની ૨૮૨ નંગ બોટલ જેની કિંમત રૂપિયા ૪૧,૧૨૫/- નો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


 જ્યારે બીજા બનાવમાં ભાવનગર જિલ્લાની સિહોર પોલીસે નશા કારાકલ પ્રવાહી સીરપની ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સિહોરના મકાનો ઢાળ વિસ્તારમાં એક દુકાનમાં ચેકિંગ હાથ ધરી નશાકારક પ્રવાહી સીરપની ૮૦ બોટલો મળી આવી હતી. સિહોર પોલીસ દ્વારા નશાકારક પ્રવાહી સીરપની ૮૦ બોટલો કિંમત રૂપિયા ૨૧૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરાયો હતી.


જયારે પોલીસે બાતમી ના આધારે કુબેર બાગ પાસે ડોક્ટર વિજય જાલંધર ના દવાખાનાની સામે દાદુભાઈ ઘોહાભાઈ કામળીયા (રહે. ગિરિરાજ સોસાયટી, સ્વામિનારાયણ ધામની સામે મહુવા)ની માધવ ડિલક્સ નામની પાન-માવા તથા સોડાની દુકાનમાં રેડ કરતા પોલીસને નશાકારક પ્રવાહી સીરપની ૩૭૫ એમએલની બોટલ નંગ ૧૨ 12 અને ૪૦૦ એમએલની બોટલ નંગ ૩૯ મળી આવી હતી. મહુવા પોલીસે દુકાનમાંથી નશાકારક પદાર્થ સીરપની બોટલ નંગ ૫૧ કિંમત રૂપિયા ૯૪૫૦/- નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.


 ભાવનગર જિલ્લામાં નશાકારક પ્રવાહી સીરપની ખાસ રેડ દરમિયાન પોલીસે જુદા જુદા તાલુકા મથકો પરથી ચેકિંગ દરમિયાન કુલ ૪૧૪ બોટલ નશાકારક પ્રવાહી સીરપનો જથ્થો જેની કિંમત રૂપિયા ૭૧,૫૭૫/- નો મુદ્દા માલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application