ખાવ ને જુલાબ જાવ ! ઉપલાકાંઠાના ડેરી ફાર્મમાંથી ૪૭૦૦ કિલો વાસી માવો–મિઠાઇનો જથ્થો ઝડપાયો

  • October 03, 2023 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ફડ શાખા દ્રારા આજે બપોરે શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં મોરબી રોડ પર રાધિકા પાર્કમાં ફાટકની અંદરની બાજુએ બ્રિજ નીચે આવેલી સીતારામ ડેરી ફાર્મમાં દરોડા કાર્યવાહી હાથ ધરીને ૪૫૦૦ કિલો વાસી મીઠો માવો અને અન્ય મીઠાઈ મળીને કુલ ૪૭૦૦ કિલો વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.વિશેષમાં ડેઝીેટેડ સિનિયર ફડ સેફટી ઓફિસર ડો.હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ઉપલાકાંઠે મોરબી રોડ ઉપરની અશોક પરસોત્તમભાઇ સંખાવરાની સીતારામ ડેરી ફાર્મમાં મહાપાલિકાની ફડશાખાએ દરોડો પાડતા ત્યાં આગળથી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલો અને એટલી હદે વાસી કે ખાતા વેંત જ ફડ પોઇઝનિંગ થઈ જાય તેવો ૪૫૦૦ કિલો વાસી મીઠો માવો તેમજ રિયુઝ કરવા માટે ફ્રીઝમાં રાખેલી ૧૫૦ કિલો અખાધ વાસી મિઠાઈ તેમજ અંદાજે ૫૦થી ૬૦ કિલો વાસી શીખડં સહિત કુલ ૪૭૦૦ કિલો જથ્થો જ કરી તેનો નાશ કરાયો હતો તેમજ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અત્રે ઉલ્લ ેખનીય છે કે, સ્વાદ શોખીનોના શહેર રાજકોટમાં ખાણીપીણીના ધંધાર્થીઓ ખુબ વિશાળ સંખ્યામાં હોય હવે તેના પર ધ્યાન કેન્દ્રીત કરી દરરોજ ચેકીંગ, સેમ્પલીંગ અને દરોડા કાર્યવાહી તેમજ માસ ડ્રાઈવ કરવામાં આવતા દરરોજ અવનવા કારસ્તાનો અને કૌભાંડો બહાર આવી રહ્યા છે તેમજ ભેળસેળ પણ વ્યાપક પ્રમાણમાં મળી રહી છે. ખાસ કરીને વાસી અને અખાધ મીઠાઈનો ફ્રિઝમાં સંગ્રહ કરીને તેનો રીયુઝ કરવાનું પ્રમાણ શહેરમાં ભયજનક હદે વધી રહ્યું છે.  અગાઉ પણ આવા કિસ્સાઓ ઝડપાયા છે તેમાં વધુ એક કિસ્સાનો ઉમેરો થયો છે. ભેળસેળીયા અને નફાખોરી કરતા તત્વો તહેવારોના સમયનો લાભ લઈને આવી હલકી ગુણવત્તાની મીઠાઈ લોકોને ઉંચા ભાવે વેચી મારતા હોય છે. આવી મીઠાઈ ખાધા બાદ લોકો ફત્પડ પોઈઝનીંગનો ભોગ બને છે તેમજ શરીરમાં અન્ય બિમારીઓને પણ નોતરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application