પ્રદર્શન મેદાન અને રંગમતી નદીના પટમાં તા. ર૧ ઓગષ્ટથી ર૩ દિવસથી લોકમેળો યોજાશે

  • June 30, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર વખત કરતા આ વખતે મેળાની મુદ્દતમાં વધારો: તા. ૧૦ જુલાઇથી ૪પ દિવસ માટે એડવાન્સ ટેકસ ભરનાર માટે રીબેટ યોજના શરુ કરવા સ્ટેન્ડીંગનો નિર્ણય: કમિટીમાં રુા. ર.૦૭ કરોડના કામો મંજુર

જામનગર શહેરની મઘ્યમાં દર વખતે બે લોકમેળા યોજાય છે, પ્રદર્શનના મેદાનના લોકમેળાથી કોર્પોરેશનને રુા. ૧ કરોડથી વધુ રકમની આવક થાય છે, ત્યારે આ વખતે તા. ર૧ ઓગષ્ટથી તા. ૧૪ સપ્ટે. સુધી એટલે કે ર૩ દિવસ સુધી પ્રદર્શન મેદાન અને રંગમતી નદીના પટમાં લોકમેળો યોજવામાં આવશે, તેવો નિર્ણય આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં કરવામાં આવ્યો હતો.
સ્ટે. કમિટીના ચેરમેન મનીષ કટારીયાના અઘ્યક્ષસ્થાને મળેલી સ્ટે. કમિટીની બેઠકમાં તા. ર૧ ઓગષ્ટના પ્રથમ સોમવારથી તા. ૧૪ સપ્ટેમ્બર શ્રાવણ વદ અમાસ સુધી લોકમેળો યોજાશે, આ વખતે રંગમતી નદીના પટમાં અને પ્રદર્શન મેદાનમાં મેળાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે, દર વખતે મેળો હોય એના કરતા એક અઠવાડીયું વધુ આ મેળો રહેશે અને સ્ટેન્ડીંગ કમિટીએ રુા.ર.૦૭ કરોડના કામો મંજુર કર્યા હતા.
ખાસ કરીને દર વખતે યોજાતી રીબેટ યોજના આ વખતે લગભગ બે મહિના મોડી પડી છે, ત્રણેક દિવસ પહેલા સરકારી મંજુરી આપી દીધી છે અને હવે આજે સ્ટેન્ડીંગ કમિટીએ તા. ૧૦ જુલાઇથી ૪૫ દિવસ માટે એડવાન્સ ટેકસ રીબેટ યોજના શરુ થશે તેવી જાહેરાત કરી છે અને તેમાંથી ૧૦ થી રપ ટકા અલગ અલગ કેટેગરીમાં ટેકસ રીબેટ અપાશે.
સ્ટે. કમિટીની બેઠકમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, કમિશ્નર ડી.એન. મોદી, ડે. મેયર તપન પરમાર, ડીએમસી ભાવેશ જાની, ઇન્ચાર્જ આસી. કમિશ્નર કોમલ પટેલ અને મુકેશ વરણવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, આ બેઠકમાં વોર્ડ નં. ર, ૩, ૪ અને ૯, ૧૦, ૧૧, ૧ર, ૧૩, વોર્ડ નં. ૧, પ, ૬, ૭, વોર્ડ નં. ૮, ૧૪, ૧પ અને ૧૬ માં રુા. રપ-૨૫ લાખ વિકાસ યોજના અંતર્ગત ભૂર્ગભ ગટરના નેટવર્કનું વિસ્તૃતિકરણ કરવા ફાળવવામાં આવ્યા હતા.
ટાઉનહોલમાંથી નીકળેલી ચેર વેંચાણથી આપવા રુા. ૧.ર૪ લાખની આવક થશે, તેમજ ભાડાથી બેક હોલ ઓર્ડર ડમ્પર રુા. ૧૦ લાખ, બેડી પાસે ૩ર૦ બેડવાળું સેલ્ટર હોમ બનાવવા ૧૮.પર લાખ અને વોર્ડ નં. ૧ માં આવેલ જુના ફાયર કવાર્ટરનું ડીમોલેશન કરી, આરોગ્ય કેન્દ્ર, સીસી રોડ, કમ્પાઉન્ડ હોલ માટે રુા. ૬૦.ર૭ લાખ મંજુર કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application