ખડધોરાજીમાં મુર્તિ દુધ પીવાની ઘટના બોગસ સાબિત કરતું જાથા

  • August 28, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાથાની ટીમે વિજ્ઞાનના તથ્યો જાહેર કર્યા : પરિવારે માફી માંગતા મામલો થાળે પડયો

કાલાવડ તાલુકાના ખડધોરાજીમાં મુર્તિ દુધ પીવાની ઘટના બહાર આવતા વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોચી હતી અને વિજ્ઞાનના તથ્યો જાહેર કરીને દુધ પીવાની ઘટના નર્યુ તુત હોવાનું સાબિત કરાયુ હતું, દરમ્યાન ચમત્કારની વાત સર્જનાર પરિવારે માફી માંગતા મામલો થાળે પડયો હતો. દરમ્યાન એસપી કચેરી અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની જાથાએ પ્રશંસા કરી હતી.
કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસેના ખડધોરાજી ગામમાં ભાયાણી પરિવારના ઘરમાં કાનુડાની મુર્તિએ દુધ પીવાનું કૌતુક જાહેર થવાથી લોકોના ટોળા દર્શન માટે આતુર બન્યા હતા, ગામમાં વાત ફેલાઇ હતી જેની જાણ ભારત જનવિજ્ઞાન જાથાની ટીમને થતા રુબરુ મુલાકાત કરી હતી અને કાલાવડ ગ્રામ્ય પોલીસને સાથે રાખીને જાથાના ચેરમેન જયંત પંડયા તથા નિકાવાના ભોજાભાઇ, ભાનુબેનની ટીમ દ્વારા આ બાબતની ખરાઇ કરી દુધ પીવાની ઘટનામાં વિજ્ઞાનના તથ્યો રહેલા છે આથી આ બાબતે રેન્જ આઇજી અને જામનગર એસપીને પત્ર પાઠવી બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી, અંધશ્રઘ્ધા ફેલાય નહીં, અફવામાં લોકો દોરવાઇ નહી એ માટે કાલાવડ ગ્રામ્ય પોલીસના મહિલા પીએસઆઇ એચ.વી. પટેલ અને નિકાવા ઓપીનો સ્ટાફ ફાળવવામાં આવતા વિજ્ઞાન જાથાની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને બધાની હાજરીમાં દુધ પીવાની ઘટનાનું રહસ્ય ખોલી નાખ્યુ હતું તેની પાછળના કારણો રજુ કર્યા હતા એ પછી મૃર્તિ દુધ પીવાની ઘટના તુત સાબિત થઇ હતી અને પરિવારે માફી માંગતા મામલો થાળે પડયો હતો, વિજ્ઞાન જાથાએ ૧૨૩૨મો સફળ પર્દાફાશ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application