દ્વારકાનો શખ્સ વિદેશી દારુ સાથે ઝબ્બે

  • August 01, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમી આધારે મકાનમાં દરોડો પાડી ૨૮ બોટલ કબ્જે

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં મકાનમાં દારુ રાખ્યો હોવાની હકીકત આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડીને શરાબની ૨૮ બોટલ જપ્ત કરવામાં આવી હતી.
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ચંદ્રેશ કિશોરભાઈ સીમડીયા નામના ૨૮ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૧૧,૨૦૦ ની કિંમત ૨૮ બોટલ પરપ્રાંતીય શરાબનો જથ્થો કબજે લઈ, પ્રોહીબિશન એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
**
દ્વારકા પંથકમાં રખડતા ભટકતા શખ્સ સામે કાર્યવાહી: ખંભાળિયામાં પીધેલો બાઈક ચાલક ઝપટમાં
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા મેરુભા સોમાભા માણેક નામના ૩૫ વર્ષના શખ્સને તેમજ મીઠાપુરના આરંભડા વિસ્તારમાંથી ગત સાંજે પોલીસે સાજીદ ઉર્ફે અકબર બોદુ માકોડા નામના ૩૧ વર્ષના શખ્સને છરી સાથે ઝડપી લે આ બંને શખ્સો સામે કલમ ૧૩૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ખંભાળિયા - જામનગર રોડ ઉપર દેવરીયા ગામના પાટીયા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતના મોટરસાયકલ લઈને નીકળેલા દાતા ગામના પ્રવીણ કારા સિંચ નામના ૩૫ વર્ષના શખ્સ સામે ખંભાળિયા પોલીસ મથકમાં કલમ ૧૮૫ હેઠળ ગુનો નોંધાયો છે.
મીઠાપુરના આરંભડા સીમ વિસ્તારમાંથી પોલીસે ગતરાત્રે અલી અનવર લાડક નામના ૨૬ વર્ષના શખ્સને લપાતા છુપાતા દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ, તેની સામે કલમ ૧૨૨ (સી) હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application