2.90 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખસને પાસા કરાયા

  • May 31, 2023 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ અમદાવાદનો વતની અને હાલ રાજકોટમાં રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા શખસને એસોજીની ટીમે 2.90 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. જેની સામે પીઆઇટી એનડીપીએસની દરખાસ્ત તૈયાર કરવામાં આવતા સીઆઇડી ક્રાઇમ અને રેલવેઝ દ્વારા આ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી જેથી એસોજીની ટીમ આ શખસની પાસા હેઠળ અટકાયત કરી તેને જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટ એસઓજીની ટીમે જ્યુબિલી ગાર્ડનમાંથી સિકંદર શેખ નામના શખસને રૂ.2.90 લાખ કિંમતનું 29 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. બાદમાં એસ.ઓ.જી પીઆઇ જે.ડી.ઝાલા દ્વારા આ શખસ સામે પીઆઇટી એનડીપીએસની દરખાસ્ત તૈયાર કરી અધિક પોલીસ મહાન નિર્દેશક સીઆઇડી ક્રાઇમ તથા રેલવેઝને મોકલવામાં આવી હતી જે દરખાસ્ત મંજૂર કરવામાં આવતા અને આરોપી સામે વોરંટ કાઢવામાં આવતા એસોજીની ટીમે વોરંટની બજવણી કરી આરોપી સીકંદર ઇશાકભાઇ શેખ(ઉ.વ 21 રહે.હાલ રૂખડીયાપરા રાજકોટ,મુળ દાણી લીમડા અમદાવાદ)ની પાસા હેઠળ અટકાયત કરી જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application