બાઈક પર વિદેશી દારૂની બોટલો લઇ નીકળેલો શખ્સ ઝડપાયો

  • December 29, 2023 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેર નજીક આવેલા ખરકડી રોડ પરથી વરતેજ પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે એક બાઈક ચાલક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરી યુવાનને ૫૪ બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. જયારે વધુ એક શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. બન્ને સામે ગુનો નોંધાયો હતો.


આ અંગે વરતેજ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર વરતેજ પોલીસને ખાનગી રહે મળેલી બાતમીના આધારે વરતેજ પોલીસ પોતાના પોસ્ટે વિસ્તારના પેટ્રોલિંગમાં હતા તે દરમિયમ મળેલી બાતમી આધારે નાના ખોખરાથી ખરકડીના માર્ગ ઉપર ચેકીંગ હાથ ધરી વિદેશી દારૂની બાઈક ઉપર હેરાફેરી કરતા શખ્સને દારૂની ૫૪ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. પુછપરછ કરતા ખરકડીના શખ્સનું નામ ખુલવા પામતા બે સામે ગુનો નોંધ્યો હતો. વરતેજ પોલીસ સ્ટાફ ગત રાત્રીના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે વેળાએ બાતમી મળી હતી કે, નાના ખોખરાથી ખરકડી ગામના માર્ગ ઉપર એક શખ્સ બાઈક ઉપર વિદેશી દારૂ રાખી ઉભો હોવાની વિગતોના આધારે રેડ કરી તપાસ હાથ ધરતા બાઈક સાથે શૈલેષ તુલસીભાઈ પરમાર (રે.શિવાપરા વાડી વિસ્તાર, ખરકડી તા. ઘોઘા) મળી આવતા તેની અટક કરી તલાશી લેતા તેના કબજામાંથી વિદેશી દારૂની ૭૫૦ એમએલની ૧૦ બોટલ જ્યારે ૧૮૦ એમએલની ૪૪ મળી કુલ ૫૪ બોટલ મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી શખ્સની અટક કરી હતી. શખ્સની પુછપરછ કરતા ખરકડી ગામે શિવાપરા વિસ્તારમાં રહેતા તેના મોટાભાઈ વિશાલ તુલશીભાઈ પરમારે દારૂનો જથ્થો આપ્યો હોવાની કબુલાત આપી હતી. જે અંગે વરતેજ પોલીસે બન્ને શખ્સો સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application