સંસદની બહાર એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મામલાની ગંભીરતા જોતા પોલીસ ઘાયલ વ્યક્તિને આરએમએલ હોસ્પિટલ લઈ ગઈ. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ રેલ ભવન પાસેના પાર્કમાં પોતાની જાતને આગ લગાવી દીધી, ત્યારબાદ તે સંસદ ભવન તરફ ભાગ્યો. લોકોએ આ જોયું કે તરત જ તેમણે દિલ્હી પોલીસને જાણ કરી. પોલીસે ઝડપથી વ્યક્તિને રોક્યો અને તેને ધાબળોથી ઢાંકી દીધો. પોલીસ બાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
વ્યક્તિએ આવું શા માટે કર્યું તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફોરેન્સિક ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે... સ્થળ પરથી અડધી બળી ગયેલી 2 પાનાની નોટ મળી આવી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech