શિક્ષણના નવા નિયમ અનુસાર ધોરણ 9 અને 11 માં નપાસ થયેલા વિદ્યાર્થીઓની 29 જૂન સુધીમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે. વર્ગબઢતીના સુધારેલા નિયમોની જોગવાઈ અનુસાર શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરેલા નિયમ મુજબ ધોરણ 9 અને ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નવી તક ઊભી થશે જેમાં શાળા કક્ષાએ ફરી વખત પરીક્ષા 29 જૂન શનિવાર સુધીમાં લેવાની રહેશે.
આ પરીક્ષાના પરિણામના આધારે વિદ્યાર્થીઓને વર્ગ પદ્ધતિ આપવાની રહેશે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ બાબતે તાકીદ કરી હતી.
જે વિદ્યાર્થીઓ ધોરણ નવ અને ધોરણ 11 માં નપાસ થયા છે તેમને ત્યાર પછીના શૈક્ષણિક વર્ષની શરૂઆતના 15 દિવસમાં જ આ પુન: પરીક્ષા લેવાની રહેશે આ માટેના અમુક નિયમો બનાવવામાં આવ્યા છે રાષ્ટ્રીય શિક્ષણનીતિના અનુસંધાને ધોરણ નવ અને ધોરણ 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પુન: પરીક્ષા લેવાની જોગવાઈ ઉભી કરવામાં આવી છે જેના માટે બોર્ડની શૈક્ષણિક સમિતિ ના ઠરાવ માં પણ આ નિર્ણય કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech