વિક્રમ સંવત ૨૦૮૧નું નવુ વર્ષ પોરબંદર માટે સારા દિવસો લઇને આવ્યુ છે અને આ વર્ષમાં જ પોરબંદર જિલ્લાના લોકો જેની વર્ષોથી રાહ જોઇ રહ્યા છે તેવો મોટા કદનો ઉદ્યોગ પોરબંદરમાં આવશે તેવી મહત્વની જાહેરાત ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં કેન્દ્રીય મંત્રી એવા પોરબંદરના સાંસદે કરી હતી.
નૂતન વર્ષના સ્નેહમિલનમાં સાંસદે કરી જાહેરાત
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં બિરલા હોલ ખાતે વર્ષ ૨૦૮૧નાં સ્નેહમિલનમાં તમામ વેપારીઓ અને આમંત્રિત મહેમાનો આવેલ હતા ત્યારે આ સ્નેહમિલનમાં આમંત્રણને માન આપી સાંસદસભ્ય મનસુખભાઈ માંડવીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા,ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ ડો. મનસુખ માંડવીયાએ મહત્વની જાહેરાત કરી હતી કે પોરબંદરમાં નવો ઉદ્યોગ નવા વર્ષે આવશે. ડો. મનસુખ માંડવીયાએ જણાવ્યુ હતુ કે ગયા વર્ષ દિવાળી નો તહેવાર પૂરો થયો ગયો કે હું મારી ઓફીસ દિલ્હીમાં ગયો ત્યારે મેં સ્ટાફ ને કહયુ કે નવા વર્ષ માં બધા મળવા આવતા હોય તો મીઠાઈના પેકેટ રાખો અને બધા અધિકારીઓ મળવા આવશે એવું કહી અને હું બેઠો પરંતુ બે કલાક બેઠો પણ કોઈ મળવા આવ્યું નહી મારા મનમાં એવું હતું કે નવું વર્ષ એટલે આખા દેશમાં નવું વર્ષ પરંતુ ગુજરાતી કેલેન્ડર મુજબ આ આપણું નવું વર્ષ છે, નુતન વર્ષ છે. નવા સંકલ્પો ની વાત કરવા માટે ૨૦૮૧ના વર્ષ માટે એટલું જ કહેવું છે કે આપણે સૌ મહાજનો છે ત્યારે આવતા દિવસો એટલે કે ચાલુ વર્ષ મારી દ્રષ્ટિ એ ખુબ જ શુકનવંતુ થવાનું છે જે રીતે વૈશ્ર્વિક પ્રવાહ ને સમજી શકું છું તે રીતે ભારત નું બજાર તેજી માં રહેવાનું છે. ત્યારે આવતા દિવસોમાં હું તેમજ ધારાસભ્ય અર્જુન ભાઈ મોઢવાડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સાથે મળી અને પોરબંદરમાં નવો ઉદ્યોગ લાવવાની ખાતરી આપું છું અને આવતા દિવસોમાં પોરબંદરનું વધુ વિકાસ થાય તે બાબતમાં પ્રત્યનશીલ રહેશું.
અર્જુનભાઇ મોઢવાડીયાનું ઉદ્બોધન
સર્વ પ્રથમ તો સૌને નવા વર્ષ ની શુભેચ્છા આપી અને જણાવેલ કે મને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે જ્યારે પણ કાઈ કાર્યક્રમ હોય ત્યારે આમંત્રણ આપી આપ સૌ વેપારીઓને મળતા રહેવા માટે સૌભાગ્ય મળતું હોય છે એ માટે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો આભારી છું અને આવતા દિવસો માં પોરબંદર શહેરમાં વધુ ને વધુ ઉદ્યોગો આવે એવી અપેક્ષા રાખું છું અને પોરબંદર શહેરમાં પહેલાનાં જેવું વેપાર ધંધામાં ધમધમતું થઈ જાય એવી હું આશા રાખું છું અને અને પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા એ જણાવેલ કે વેપારીઓને જ્યારે કંઈપણ મુશ્કેલી પડતી હોય ત્યારે હું એમને મદદપ થઈશ તેમજ અમે પૂરો સહકાર આપતા જ હોઈએ છીએ અને કોઇપણ કાયદાકીય કામમાં પૂરો સહકાર જ રહેશે તેવું જણાવેલ હતું. અને આવેલ તમામ વેપારી તેમજ વિવિધ સંસ્થાનાં આગેવાનોને નવા વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છા આપી અને નવું વર્ષ બધાનું સારું નીવડે તેવું જણાવેલ હતું.
પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાનું ઉદ્બોધન
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનાં સ્નેહમિલનમાં આવેલ તમામ મહાનુભાવો અને વેપારીઓ ને નવા વર્ષની શુભેચ્છા આપી બાબુભાઈ બોખીરીયા એ જણાવેલ કે વેપારીઓ ને ખાસ જણાવવાનું કે સમયની કિમત સમજવી જોઈએ કારણ કે સમય જ ખુબ મહત્વનો હોય એમાંય ખાસ કરીને મહાજન વર્ગે સમયની ખુબ ચોકસાઈ રાખવી જોઈએ કારણ કે અન્ય જ્ઞાતિનો વર્ગ સમયમાં ખુબ માનતો હોય ત્યારે મહાજન વર્ગમાં કોઇપણ પ્રસંગ હોય તેમજ કોઇપણ ફંકશન હોય તેમાં સમયસર એ કાર્ય પુરુ ન થતું હોય અને સમયમાં ન માનતા હોય ત્યારે જો સમયની કોઈ કિંમત નહી કરીએ તો સમય પાછો આવતો નથી અને સમયની સાથે રહીએ તો દરેક કામમાં આપણે વધારે પ્રગતી મળે તે પણ એક હકીકત છે. જેમાં મહાજન વર્ગ એ ખાસ સમયની કિંમત કરવી જોઈએ.
ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયાનું ઉદ્બોધન
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રમુખ જિજ્ઞેશ કારીયાએ સ્નેહમિલનમાં આવેલ મહાનુભાવો તેમજ આમંત્રિત મહેમાનો , વિવિધ સંસ્થાના આગેવાનો અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનાં સભ્યો ને ઈ.સ. વર્ષ ૨૦૮૧નાં આ નવા વર્ષમાં સૌને શુભેચ્છા આપી જણાવેલ કે આપ સૌનું નવું વર્ષ શુભદાયી, સુખમય અને લાભદાયી નીવડે એવું જણાવી અને કહેલ કે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ તરીકે અમો કાર્યરત છીએ ત્યારે દિવાળીનાં સમયમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અંદાજીત પિયા ૩૮ લાખ ની નવી નોટો . ૨૦ અને ા. ૫૦ અને ા. ૧૦૦, ા. ૨૦૦ વાળી વેપારીઓને દિવાળીનાં તહેવારમાં ચોપડા પૂજન માં તેમજ આપ-લે કરવા માટે નવી નોટોનાં બંડલ પુરા પાડવામાં આવેલ હતા. ત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ નાં રેલ્વે કમિટી ચેરમેન અને ભાવનગર ડીઆર.યુ.સી.સી.નાં મેમ્બર તરીકે પોરબંદર થી ઉપડતી ગાડીઓમાં જ્યારે -જ્યારે ઇમરજ્ન્સી વેપારીઓ ને જાવાની જર પડતી હોય ત્યારે વી.આઈ.પી. કોટામાં ટીકીટ કરાવી આપેલ હતુ. તેમજ વેપારીઓ ને ટ્રાફિકને લગતા કોઇપણ પ્રશ્ર્ન હોય તેમનું પણ નિવારણ કરી આપેલ હતુ.તેમજ ફૂડ ખાતું , ટેલીફોન , પોસ્ટ જેવી અનેક મુશ્કેલીઓમાં વેપારીઓની સમસ્યાનું નિરાકરણ કરી આપેલ હતુ.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી તરીકે પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયાની વરણી થયેલ હતી તેમજ રેલ્વે બોર્ડ માં ડી.આર.યુ.સી.સી. મેમ્બર તરીકે ફરી પાછી નિમણુક થયેલ હતી તથા ફાયર અને ઈમ્પેક્ટ ફી ભરી અને આ બિલ્ડીંગ રેગ્યુલરરાઈઝ કરાવી આવતા ૧૦૦ વર્ષ સુધી આ બિલ્ડીંગમાં કોઈ હેરાનગતી અથવા તકલીફ નહી પડે એવું જણાવી ત્યારબાદ પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા એ સ્નેહમિલનમાં આવેલ આમંત્રિત મેહમાનો ,વેપારીઓ અને વિવિધ સંસ્થાના હોદ્દેદારો અને મીડિયા નાં તમામ પત્રકાર ભાઈઓનો આભાર માન્યો હતો અને જણાવેલ કે પોરબંદર ચેમ્બર ઓફ કોર્મસનાં વેપારીને લગતા કોઇપણ પ્રશ્ર્ન હોય ત્યારે તેમને સરકાર સુધી પહોચાડી અને તેની વાચા આપવામાં ખુબ જ મદદપ થતા એવા તમામ લોકોનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં સ્નેહમિલનના કાર્યક્રમમાં આપના પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના આમંત્રણને માન આપી ને પધારેલ કેન્દ્રીય કેબીનેટ મંત્રી મનસુખ ભાઈ માંડવીયા તેમજ ધારા સભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તથા પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા તથા પૂર્વ છાયા નગરપાલિકા પ્રમુખ સરજુભાઈ કારિયા તેમજ રેડક્રોસ સોસાયટી ના ચેરમેન અકબરભાઈ સોરઠીયાએ આ તમામ મહાનુભાવોનું પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા એ સાલ ઓઢાડી ને અભિવાદન કરેલ હતું
અંતમાં સહમાનદ મંત્રી હેમેન્દ્ર ભાઈ કોટેચા એ આભાર વિધિ કરી હતી. સંચાલન ભરતભાઈ લાખાણી એ કરેલ હતુ ત્યારે આ સ્નેહમિલનનાં કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપ પ્રમુખ ભરતભાઈ પાંઉ, ખજાનચી ભરતભાઈ રાયચુરા, તથા ગોપાલભાઈ મજીઠીયા , પ્રદીપ ભાઈ મોનાણી કારોબારી સભ્ય તમામ એ જહેમત ઉઠાવી હતી.
પોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુભાઈ કારિયા, તેમજ કરીયાણા એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ પોપટ, કટલેરી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બદીયાણી, કાપડ એસોસિએશન ના પ્રમુખ શાંતિભાઈ પોપટ, સોની મહાજન એસોસિએશન પ્રમુખ જયંત ભાઈ નાંઢાં તેમજ રેડક્રોસ બેંક નાં ચેરમેન અકબરભાઈ સોરઠીયા,પોરબંદર વિવિધ એસોસિએશન આગેવાનો, સામાજિક સંસ્થાનાં આગેવાનો તથા શહેરના મહાનુભાવોએ આ સ્નેહમિલનમાં હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech