નાણાવટી ચોક પાસે મહિલાના ઘર પર પાડોશીનો પથ્થરમારો

  • August 22, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નાણાવટી ચોક પાસે પાલતુ શ્ર્વાનને બાંધીને રાખવાનું કહેતા આ બાબતે પાડોશમાં રહેતા શખસ સાથે ઝઘડો થયો હતો. બાદમાં પાડોશમાં રહેતા શખસોએ મહિલાને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી ગેરકાયદે મંડળી રચી હથિયારો ધારણ કરી ધસી આવ્યા હતા. જે બાબતે સમાધાન થયું હતું. જેના બીજા દિવસે ફરી મહિલાના ઘર સામે આરોપીઓએ વાહનમાં બેસી મહિલાને ગાળો ભાંડી તેના ઘર પર પથ્થરમારો કર્યેા હતો. જે અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે બે મહિલા સહિત ૧૦ શખસો સામે એટ્રોસિટી રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નાણાવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટી આરએમસી આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ભાવિનીબેન શૈલેષભાઈ ઝાલા (ઉ.વ ૨૧) નામના મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં કવાર્ટરમાં જ રહેતા જયુ અતુલભાઇ મકવાણા, રાજ અતુલભાઇ લુણીયાતર, અશં અતુલભાઇ લુણીયાતર, શકિત, મિતલ અતુલભાઇ લુણીયાતર, નૈના જયુભાઈ મકવાણા, પાર્થ ઉર્ફે ખિસકોલી, પ્રકાશ રમેશભાઈ મકવાણા અને બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેમના પરિવારજનો તારીખ ૨૦ ના રાત્રીના ઘર પાસે બેઠા હતા ત્યારે તેમના સાસુ અને નણદં ફરિયાદીના ૧૩ માસના પુત્રને ખોળામાં રાખી બેઠા હોય તેવામાં અહીં બ્લોકમાં રહેતા જય મકવાણા તથા અશં અને પ્રકાશ તથા તેના મિત્રો શેરીમાં કૂતં પાળ્યું હોય જે કૂતં દોડાવતા હતા દરમિયાન આ કૂતરો ફરિયાદીના પુત્ર પર પડતાં મહિલાએ જઈને કહ્યું હતું કે, કૂતં બાંધીને રાખો. આ બાબતે ઝઘડો થતાં અન્ય આરોપીઓએ ધસી આવી ગેરકાયદે મંડળી રચી કુહાડી, છરી સહિતના હથિયારો સાથે ધસી આવી બેફામ ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. જેથી પોલીસને બોલાવી હતી. પરંતુ આરોપીઓ પાડોશમાં જ રહેતા હોય જેથી જે તે સમયે સમાધાન કરી લીધું હતું.
બાદમાં ગઈકાલ રાત્રિના ફરી આરોપી જયુ, અસં અને શકિત અહીં બાઈક અને કાર પર બેઠા હોય ફરિયાદીએ અહીં ઘર સામે ન બેસો તેમ જણાવતા આરોપીઓએ તેમને ગાળો આપી ફરિયાદીના ઘર પર પથ્થરમારો કર્યેા હતો જેમાં બારીનો કાચ ફટી ગયો હતો. જેથી આ બાબતે મહિલાએ આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી,રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application