સાઈન્સ સીટી નારી પાસે રેતી ભરેલો ટ્રક પલટી જતા આધેડનું મોત

  • December 30, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ દસનાળા પાસે સાઈન સીટી નજીક ટ્રક પલટી જતા આધેડને ગંભીર ઇજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયન મૃત્યુ થવા પામ્યું હતું.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર આવેલા સાઈન સીટી નજીક દસનાળા પાસે રેતી ભરેલો ટ્રક ખાલી કરવા સમયે અકસ્માતે ટ્રક પલટી મારી જતા આધેડનું મોત નીપજ્યું હતું. ભૂંભલી ખાતે રહેતા જીલુભાઈ લાખાભાઈ ચોવટીયા (ઉ. વ. ૬૨) નારી નજીકના દસનાળા પાસે રેતી ભરેલો ટ્રક ખાલી કરી રહ્યા હતા. તે વેળાએ ટ્રક ઉલળીને પલટી મારી જતા જીલુભાઈને ગંભીર ઈજા પહોંચી હતી


 તેઓને તાત્કાલીક સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. બનાવ અંગે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતેથી જરૂરી કેસ કાગળ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application