સુરત રહેતા આધેડ માતાજીના નિવેદ કરવા પોતાના વતન પાલીતાણાના ડુંગરપર ગામે આવી ટ્રાવેલ્સમાં પરત સુરત જઈ રહ્યા હતા. તે વેળાએ ગણેશગઢ ગામ નજીકના પેટ્રોલપંપ ઉપર ટ્રાવેલ્સ ડિઝલ પુરાવા ઉભી રહ્યા બાદ ચાલકે ચલાવી મુકતા ચાલુ ટ્રાવેલ્સે આધેડ ચડવા જતા પગ લપસી પડતા તેના ઉપર બસ ફરી વળતા તેઓનું કરૂણ મોત નિપજયું હતું.
મૂળ પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિંમતભાઈ ગણેશભાઈ બારૈયા (ઉ.વ. ૫૮) નવરાત્રીમાં માતાજીના નિવૈદ કરવા પોતાના વતન ડુંગરપર ગામે આવ્યા હતા. ત્યાથી ગત રાત્રીના સુરત જવા માટે મારૂતી ટ્રાવેલ્સની બસ નંબર જીજે. ૧૪.ઝેડ-૨૬૨૬માં પોતાના વતનથી સુરત જવા માટે નિકળ્યા હતા તે વેળાએ રાત્રીના ૧૦ કલાકના અરસા દરમિયાન વેળાવદર ભાલ પંથકના ગણેશગઢ ગામ નજીક હોટલ એપેક્ષ પાસેના પેટ્રોલ પંપ ઉપર ચાલકે ટ્રાવેલ્સ ડિઝલ પુરાવવા ઉભી રાખી હતી. જેથી બસના મુસાફરો બાથરૂમ જવા નિચે ઉતર્યા બાદ ડિઝલ પુરાવી ચાલકે ટ્રાવેલ્સ ધીમે ધીમે ચલાવી મુકતા નિચે ઉતરેલા અન્ય મુસાફરો ચાલુ બસે ચડી ગયા બાદ હિંમતભાઈ બસમાં ચડવા જતા તેઓને પગ લપસી જતા નિચે પટકાતા બસ તેના ઉપર ફરી વળતા બસ તળે આવી જતા તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડાત ફરજ પરના ડોકટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા.
આ અંગે મૃતક હિંમતભાઈના કાકા રવજીભાઈ નોંથણભાઈ બારૈયા (રે. ડુંગરપુર તા. પાલીતાણા) એ સનેસ પોલીસ મથકમાં મારૂતી ટ્રાવેલ્સની બસ નંબર જીજે. ૧૪.ઝેડ-૨૬૨૬ના ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે બીએનએસ એક્ટ ૨૮૧, ૧૦૬(૧), મોટર વાહન અધિનિયમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech