વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા અંતર્ગત બેઠક યોજાઇ

  • August 01, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા.૩૦ સપ્ટે.ના રોજ યાત્રા યોજાશે: કાર્યકરોને અપાયું માર્ગદર્શન

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ મહાનગરની જિલ્લા વ્યાપક બેઠક વિશ્વકર્મા બાગ, સુથાર જ્ઞાતિની વાડી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં આવનારા સમયમાં વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનને મજબૂત બનાવવા તેમજ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળની રાજ્ય વ્યાપી શૌર્ય જાગરણ યાત્રાનું વિશેષ આયોજન કરાયું છે. જેને લઇને જામનગરમાં પણ આ યાત્રા આવશે ત્યારે કયા પ્રકારની તૈયારીઓ કરવી તેને પણ આખરીઓ ઓપ આપવામાં આવી રહ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગર જિલ્લાના મહાનગરમાં જુદા-જુદા ૧૦ પ્રખંડોની ટીમની વિસ્તૃત બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર વિભાગના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયાની અધ્યક્ષતામાં મળી હતી. બેઠક દરમિયાન આગામી સમયમાં પ્રખંડોમાં વ્યાપક બેઠક કરી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ અને દુર્ગાવાહિની સંગઠનને મજબૂત બનાવવા પ્રયાસ કરવામાં આવનાર છે અને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા થકી હિન્દુ ધર્મપ્રેમીઓમાં સારી ભાવના જન્મે અને ધર્મ પ્રત્યે લાગણી ઉભી થાય તેમજ વીર પુરુષોમાંથી આજના યુવાનો પ્રેરણા લે તે પ્રકારનું મહત્વનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ શોર્ય જાગરણ યાત્રા પૂર્વે દરેક પ્રખંડમાં સમિતિ બનાવી ભવ્ય સ્વાગત માટે જુદી-જુદી ટીમો બનાવી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની આ બેઠકમાં પ્રાંત સંગઠન સહમંત્રી કિરીટભાઈ મિસ્ત્રી (મામા), બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, માતૃશક્તિ પ્રાંત સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, વિભાગ સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પીલ્લે, ઉપાધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, ઉપાધ્યક્ષ પ્રફુલ્લાબેન અગ્રાવત, મંત્રી હેમતસિંહ જાડેજા, સહમંત્રી અને ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ગૌરક્ષા સંયોજક ધમભા વાળા, બજરંગ દળ સહસંયોજક ધ્રુમિલ લંબાટે, દુર્ગાવાહિનીના સંયોજિકા કૃપાબેન લાલ, દુર્ગાવાહિની સહસંયોજિકા  રીનાબેન નાનાણી, માતૃશક્તિના સહસંયોજિકા અલકાબેન ટંકારીયા, ભગીરથીબેન (ટીકુબેન) અજા સહિતના અગ્રણી હોદ્દેદારો અને બજરંગ દળ, દુર્ગાવાહિની અને માતૃશક્તિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરી સંગઠનને મજબૂત બનાવવા પ્રયાસો હાથ ધરવા આયોજન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application