શાસ્ત્રોક્ત ચિંતન માટે કર્મકાંડી ભૂદેવો અને જ્યોતિષીઓની યોજાતી બેઠક

  • October 24, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધર્મગ્રંથોનાં સિદ્ધાંતો શાસ્ત્રોકત અનુસાર દિવાળી તા. ૧ નવેમ્બરે ઉજવવા જામનગરમા ભૂદેવ કર્મકાંડી સમિતિનો નિર્ણય


ભૂદેવ કર્મકાંડી સમિતિ, જામનગર દ્વારા દિવાળી પર્વની ઉજવણી અંગે શાસ્ત્રોક્ત ચિંતન માટે કર્મકાંડી ભૂદેવો અને જ્યોતિષીઓની એક બેઠક યોજવામાં આવી હતી, સમિતિએ ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ, વ્રત પર્વ વિવેક, બ્રહ્મ વૈવર્ત પુરાણ, તિથિ નિર્ણય જેવા શાસ્ત્રીય ગ્રંથોના આધારે નિર્ણય લીધો છે કે આ વર્ષે દિવાળી પર્વનુ લક્ષ્મી પૂજન તા. ૧ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ ઉજવવું જોઈએ.


જામનગરને છોટી કાશી કહેવામાં આવે છે અને અહીં ઘણા વિદ્વાન ભૂદેવો, જ્યોતિષીઓ અને કર્મકાંડી ભૂદેવો રહે છે. આ બેઠકમાં આ તમામ વિદ્વાનોએ ભાગ લીધો હતો અને શાસ્ત્રોકત નિર્ણયને સમર્થન આપ્યું હતું. સમિતિના પ્રમુખ કપિલભાઈ પંડ્યા, ઉપ પ્રમુખ ભાવેશભાઈ જાની, મહા મંત્રી જીગરભાઈ પંડ્યા, ખજાનચી વૈભવભાઈ વ્યાસ અને સહ મંત્રી રવિભાઈ જોશી સહિતના સભ્યોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો.


જોકે, લોકાચાર પ્રમાણે દિવાળી તા. ૩૧, ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. સમિતિના મીડિયા કન્વીનર સચિન જોશીએ જણાવ્યું કે, "અમે દરેક ધર્મપ્રેમી જનતાને વિનંતી કરીએ છીએ કે તેઓ શાસ્ત્રોકત નિર્ણયને ધ્યાનમાં રાખીને દિવાળી પર્વ ઉજવે." સમિતિ દ્વારા આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે લોકો શાસ્ત્રોકત રીતે દિવાળી પર્વ ઉજવે અને ધર્મના મહત્વને સમજે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News