રાજકોટમાં એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશનની બેઠક મળી, તેલના ભાવ અને માર્કેટ અંગે કરાઈ ચર્ચા

  • May 01, 2023 01:01 PM 

રાજકોટમાં એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશનની બેઠક મળી હતી. ગઇકાલે મળેલી આ બેઠકમાં અનેક તેલના વેપારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેલના ભાવ અને માર્કેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

રાજકોટમાં એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશનની મીટીંગ મળી હતી. મિટિંગમાં રાજકોટ શહેર અને જિલ્લાના તેલના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક સાધારણ સભામાં તેલના ભાવ અને માર્કેટ વિશે ચર્ચા કરવામાં આવી હતી. સિંગતેલ સિવાયના તમામ તેલમાં ભાવ ઘટાડાને લઈને પણ ચર્ચા કરાઇ હતી. સીંગતેલ સિવાયના અન્ય તલોમાં 40% જેવો એક વર્ષમાં ભાવ ઘટાડો થયો છે. સીંગતેલના વૈશ્વિક માર્કેટ અને ભારતીય માર્કેટને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application