નારી ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

  • September 09, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એલસીબીએ શહેરના નારી ચોકડી નજીકથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૭૯ કિ.રૂ.૨૫,૨૯૦ સહિત કુલ રૂ.૨૫,૫૯૦ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. 
ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. એજાજખાન પઠાણને બાતમી મળેલ કે,અવિનાશ પ્રવિણભાઇ બુધેલીયા રહે.ભરતનગર, ભાવનગર વિદેશી દારૂનો જથ્થો થેલાઓમાં ભરીને ભાવનગર, નારી ચોકડી પુલ નજીકથી વિદેશીદારૂ સાથે  અવિનાશ પ્રવિણભાઇ બુધેલીયા (ઉ.વ.૩૪ ધંધો-રી.ડ્રા.રહે.કવાટર્સ નં.૧૮૮,સીંગલીયા,ભરતનગર, ભાવનગર)ને ઝડપી લઈ તેની પાસેથી બેગપાઇંપર ડીલક્ષ વ્હીસ્કી ૧ લી. સીલપેક બોટલ નંગ-૩૧ કિ.રૂ.૧૯,૫૩૦,  બેગપાઇંપર ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ સીલપેક બોટલ નંગ-૪૭ કિ.રૂ.૫,૬૪૦, ડી.એસ.પી.બ્લેક ડીલકસ વ્હીસ્કી ૧૮૦  સીલપેક બોટલ નંગ-૧ કિ.રૂ.૧૨૦ અને  થેલા-૦૩ કિ.રૂ.૩૦૦ મળી કુલ રૂ.૨૫,૫૯૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, વિરેન્દ્દસિંહ ઘનશ્યામસિંહ, બાવકુદાન કુંચાલા, એજાજખાન પઠાણ, પ્રજ્ઞેશભાઇ પંડયા અને  હસમુખભાઇ પરમાર સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application