રાજકોટના મવડીમાં જેવા લગ્ન પુરા થયા એવી જ પોલીસની એન્ટ્રી થઈ, વરરાજાને ઉઠાવી ગઈ, વરરાજાના કારનામા જાણી ચોંકી જશો

  • February 19, 2025 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના મવડી રોડ પર આવેલી ટાઉનશિપમાં રહેતા શખસે આ જ ટાઉનશિપમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી સાથે ફ્રેન્ડશીપ કરી લગ્ન કરવાની લાલચ આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ શખસે અન્ય સાથે લગ્ન કરી લીધા હતા. જેથી આ મામલે યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. ગઈકાલે જ આરોપીના લગ્ન હોય જે પુરા થતા જ પોલીસે આરોપીને ઉઠાવી લીધો હતો.


દિલીપ અવારનવાર ફોન કરી કે મેસેજ કરી વાત કરતો
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ તાલુકા પોલીસ સ્ટેશનમાં ૨૦ વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ૪૦ વર્ષના દિલીપ નાનજીભાઇ ચાવડાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી અહીં તેને ટાઉનશીપમાં રહેતો હોય જેથી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન તે ઘરેથી પાલતું પક્ષી હોય તેને લઈ તે લઈ નીચે જતી હતી. દરમિયાન આરોપી અવારનવાર તેની સામે જોતો હતો. બાદમાં દિલીપે કોઈપણ પ્રકારે યુવતીના નંબર મેળવી લઈ વોટ્સએપમાં હાઈનો મેસેજ કર્યો હતો તથા મારે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે તેવું લખીને મોકલ્યું હતું. સાથોસાથ લખ્યું હતું કે, હું મારી લાઇફમાં એકલો જ છું, મારા ઘરના મને સમજતા નથી. હું સારો વ્યકિત છું અને હું કોઈને કહીશ નહીં તેવો મેસેજ પણ કર્યેા હતો. જેથી યુવતીએ દિલીપને કહ્યું હતું કે, માત્ર ફ્રેન્ડ તરીકે જ વાત કરીશું. ત્યારબાદ દિલીપ અવારનવાર ફોન કરી કે મેસેજ કરી વાત કરતો હતો.


દિલીપ ખરાબ વાતો કરવા લાગ્યો 
દરમિયાન એકવાર એપાર્ટમેન્ટની લિફ્ટમાં ભેગા થતા દિલીપ ખરાબ વાતો કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ કહ્યું હતું કે, હવે પછી મને કોલ કે મેસેજ કરતો નહીં તેવું જણાવી તેનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ દિલીપ અન્યના નંબર પરથી યુવતીને કોલ અને મેસેજ કરતો હતો. બાદમાં તેણે તેના નંબર અનલોક કરતા દિલીપે કહ્યું હતું કે, હું તારી સાથે મેરેજ કરીશ, તું મને મળવા આવ. જેથી યુવતીએ દિલીપ પર વિશ્વાસ કરી તેની સાથે વાત ફરી શરૂ કરી હતી.


દિલીપની માતા અને ભાભીએ મળવા બોલાવી
બાદમાં દિલીપના ઘરે આ વાતની જાણ થઈ જતા દિલીપની માતા અને ભાભીએ મળવા બોલાવી યુવતીને કહ્યું હતું કે, તમે બંને આ જે ચાલે છે તે બધું પૂરૂ કરી નાખો. નહીંતર હેરાન થઈ જઈશું. જેથી યુવતીએ ફરી દિલીપ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં ડિસેમ્બર ૨૦૨૪માં દિલીપ યુવતી અહીંયા ઘરે એકલી હતી ત્યારે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તું મારી સાથે વાત કેમ કરતી નથી, મારૂ શું થશે? મારા ઘરના સભ્યોને તને ભલે જે કહ્યું હોય તે હું કઈં કહું છું તું મારી સામે તો જો તેવું કહી વાતો કરવા લાગ્યો હતો. 


માતા-પિતા ગામડે ગયા ને દિલીપ આવ્યો 
બાદમાં ફરી યુવતી દિલીપ સાથે ફોનમાં વાત કરવા લાગી હતી. ત્યારબાદ તારીખ ૨૨/૧ ના યુવતીના માતા-પિતા ગામડે ગયા હોય અને તે ઘરે એકલી હતી ત્યારે દિલીપ અહીં ઘરે મળવા આવ્યો હતો અને કહ્યું હતું કે, મારા ઘરનાએ મારી મરજી વિદ્ધ મારા લગ્ન બીજા સાથે નક્કી કરી નાખ્યા છે. પરંતુ મારે તારી સાથે જ લગ્ન કરવા છે તેમ કહી યુવતી સાથે શરીર સંબધં બાંધ્યો હતો. બાદમાં દિલીપના બીજે લગ્ન નક્કી થઈ જતા તેણે યુવતી સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી અને વાત કરવાની પણ ના પાડી દીધી હતી. 


તું મારી મજબૂરી સમજ
આ મુદ્દે ફોનમાં ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે, મારા બીજી જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા છે તું મારી મજબૂરી સમજ. હવે આપણે વાત નહીં કરીએ. બાદમાં આ બાબતે યુવતીએ પરિવારજનોને વાત કરી હતી. દિલીપે ફ્રેન્ડશીપ કર્યા બાદ લગ્નનું વચન આપી શરીર સંબધં બાંધ્યો હોય આ મામલે યુવતીએ આરોપી વિદ્ધ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન ગઇકાલે જ દિલિપના લગ્ન હોય જે પુરા થયા બાદ પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી દિલીપ ચાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application