કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો; હવે ચુકવવા પડશે આટલા રૂપિયા

  • June 01, 2023 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




1 જૂને મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેલ કંપનીઓએ 1 જૂનના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે. સરકારી ઓઈલ કંપનીઓ (OMCs) દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર માટે 1773 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ આ સિલિન્ડર રૂ. 1856.50નું હતું. જો કે, ઘરેલું ગેસ સિલિન્ડર પહેલાના ભાવે જ મળશે.



કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં રાહત આપવા ઉપરાંત ઓઈલ કંપનીઓ દ્વારા જેટ ફ્યુઅલ (એર ફ્યુઅલ)ના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવમાં આશરે રૂ.6,600નો ઘટાડો થયો છે. તેની અસર આવનારા સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે. નવા દરો 1 જૂનથી લાગુ કરવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ 1103 રૂપિયા ચૂકવવા પડશે.


દિલ્હીમાં ગેસ સિલિન્ડર 1856.50 રૂપિયાથી ઘટીને 1773 રૂપિયા પર આવી ગયો છે. કોલકાતામાં પહેલા 1960.50 રૂપિયાની સામે હવે 1875.50 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે, અગાઉ તે મુંબઈમાં 1808.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે હવે 1725 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તેની કિંમત 2021.50 રૂપિયાથી ઘટીને 1937 રૂપિયા થઈ ગઈ છે.


એલપીજી ઉપરાંત ઓઈલ કંપનીઓએ પણ એટીએફની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. એક કિલોલીટરની કિંમત ઘટીને 6600 રૂપિયા થઈ ગઈ છે. દિલ્હીમાં ATFની કિંમત 95935.34 રૂપિયાની સરખામણીમાં ઘટીને 89,303.09 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ મુંબઈમાં કિંમત રૂ.89348.60 પ્રતિ કિલોલીટર હતી, જે હવે રૂ.83,413.96 પ્રતિ કિલોલીટરના દરે ઉપલબ્ધ થશે. કોલકાતામાં રેટ ઘટીને રૂ. 95,963.95 પ્રતિ કિલોલીટર અને ચેન્નાઇમાં રૂ. 93,041.33 પ્રતિ કિલોલીટર થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application