કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દિલ્લીમાં મહિલા મેડિકલ સ્ટાફને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. મહિલા મેડિકલ સ્ટાફ કોઈપણ પ્રકારની અસુરક્ષાનો અનુભવ ન કરે અને તેઓ દરેક પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરી શકે તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલ દિલ્હી પોલીસ નોર્થ વેસ્ટ ડિસ્ટ્રિક્ટ દ્વારા રાજધાનીના શાલીમાર બાગ વિસ્તારમાં બનેલી ફોર્ટિસ હોસ્પિટલથી શરૂ કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે મહિલા મેડિકલ સ્ટાફને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના પરિવર્તન સેલના સહયોગથી ફોર્ટિસ હોસ્પિટલમાં સાત દિવસીય સ્વ-રક્ષણ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસ નોર્થ વેસ્ટના પરિવર્તન સેલના સહયોગથી ફોર્ટિસ હોસ્પિટલ શાલીમાર બાગમાં સાત દિવસીય સ્વ-રક્ષણ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા તબીબી મહિલા સ્ટાફને સ્વરક્ષણ માટે જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે. કોલકતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ દ્વારા 600 થી વધુ મહિલા તબીબી કર્મચારીઓને સ્વ-બચાવ માટે જરૂરી વિવિધ તકનીકોમાં તાલીમ આપવામાં આવી રહી છે. આમાં મુક્કા મારવા, કોણીના પ્રહારો, બ્લોકીંગ, આંખ પર હુમલો, વાળ અને હાથની પકડમાંથી પોતાને મુક્ત કરવા જેવી કુશળતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને દરરોજ ઉપયોગમાં લેવાતા ઇમ્પ્રુવાઇઝ્ડ હથિયારોનો અસરકારક રીતે ઉપયોગ કરવાનું પણ શીખવવામાં આવશે. જેથી તેઓ કોઈપણ ખતરનાક પરિસ્થિતિમાં પોતાને સુરક્ષિત કરી શકે અને આવા કાર્યક્રમોથી મહિલા સ્ટાફનું મનોબળ વધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech