ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશહરા ગામમાં ફટાકડાની ફેકટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ૧૦ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસના એક ડઝન જેટલા મકાનો પણ ધરાશાયી થયા હતા. આ ભયાનક અકસ્માતથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા.
ગામમાં શોક
આ અકસ્માત બાદ નૌશેરા ગામમાં શોકનો માહોલ છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેઓ દુ:ખમાં છે અને આક્રદં કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, અહીં વર્ષેાથી ફટાકડાનો ગેરકાયદેસર વેપાર ચાલે છે, પરંતુ હવે આ અકસ્માતે તેમની આંખો ખોલી છે. તેઓ વહીવટીતત્રં પાસે આ ગેરકાયદે ધંધાને સંપૂર્ણ રીતે બધં કરવાની માંગ કરી રહ્યા છે
મકાનોની છત ઉડી
વેરહાઉસની આસપાસના ઘરોની છત ઉડી ગઈ હતી અને દિવાલો પણ ધરાશાયી થઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, નૌશેહરા ગામમાં વર્ષેાથી ફટાકડાનો ધંધો ચાલે છે અને આ પહેલા પણ નાના મોટા અકસ્માતો થયા છે, પરંતુ આ વિસ્ફોટ અત્યાર સુધીનો સૌથી ભયાનક હોવાનું કહેવાય છે
વહીવટી તંત્રએ ધ્યાન દોયુ હતું
ફિરોઝાબાદ પ્રશાસને આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ગેરકાયદેસર ફટાકડાના ગોદામોની તપાસના આદેશ આપ્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે જો વેરહાઉસમાં કોઈ ગેરરીતિ જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ઘટનાની ઝીણવટભરી તપાસ માટે વિશેષ ટીમની રચના કરાઇ છે
બચાવ કામગીરી ચાલુ
ઘટનાની માહિતી મળતા જ જિલ્લાના વરિ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આઈજી ઝોન આગરા પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શ કરી દેવામાં આવી હતી. રાહત કાર્ય માટે એનડીઆરએફ, એસડીઆરએફ ટીમોને બોલાવવામાં આવી હતી, હાલમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આગ્રા રેન્જના આઈજી દીપક કુમારે કહ્યું, અમે ઝડપી બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છીએ... અહીંથી ૧૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ૬ લોકોની સારવાર ચાલી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech