કોડીનાર શહેરની તદ્દન નજીક આવેલા દુદાણા ગામે વાડીમાં વનવિભાગે મુકેલા પાંજરામાં દીપડો પુરાતા વાડી વિસ્તારના લોકોએ દીપડાના આતકં માંથી રાહતનો શ્વાસ લીધો છે.
કોડીનાર તાલુકાના દુદાણા ગામ આસપાસ દીપડાએ વસવાટ શ કર્યેા હોય અને આ દીપડો વારંવાર વાડી વિસ્તારમાં આવી ચઢી શિકાર કરતો હોય ત્યારે બે દિવસ પૂર્વે ગામના કિશનસિંહ હિંમતસિંહ રાઠોડની વાડીએ આવી વાછરડીનું મારણ કરતા ખેડૂતોમાં દીપડાનો ભારે આતકં છવાતા વાડી માલિકે વનવિભાગને જાણ કરતા અને આસપાસના વિસ્તારોમાં માનવીઓ ઉપર હત્પમલાઓ કરે તે પહેલા તેને પકડી પાડવા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્રારા આ દીપડાને પકડી પાડવા દુદાણા ગામે કિશનસિંહ હિંમતસિંહ રાઠોડની વાડીમાં પાંજ મુકતા ગત રાત્રે દીપડો પાંજરામાં પુરાઈ જતા વાડી માલિકે દીપડો પુરાઈ ગયો હોવાની વન વિભાગને જાણ કરતા વન વિભાગના ફોરેસ્ટર શકિતસિંહ રાયજાદા, અંકિતસિંહ અને રાઠોડભાઈએ ઘટનાસ્થળે દોડી જઇ દીપડાનું નિરીક્ષણ કરતા આ માદા દીપડો ૫ વર્ષ થી નાનોનો હોવાનું જણાયું હતું.વન વિભાગ દ્રારા આ ખુંખાર દીપડા ને જામવાળા રેન્જ ખાતે મોકલી આપવામાં આવેલ છે
ખાંભા: ઈજાગ્રસ્ત સિંહણને એનિમલ કેર ખાતે સારવારમાં ખસેડાઈ
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડમાં સિંહણ છેલ્લ ા એક માસથી પગના ભાગે લગાડતી હતી આ અંગે વનવિભાગને સૂચના મળતા ગઈકાલે સવારથી સિંહણના લોકેશનમાં વનવિભાગ રાજુલા રાઉન્ડ અને રબારીકા રાઉન્ડનો સ્ટાફ કામે લાગ્યો હતો જયારે રાજુલા રાઉન્ડના ચોત્રા નજીક રેવન્યુ વિસ્તારમાંથી રેસ્કયુ કરવામાં આવ્યું હતું જયારે આ સિંહણની ઉંમર ૨ વર્ષ આજુબાજુ હોવાનું પ્રાથમિક તારણ વનવિભાગ બતાવવામાં આવ્યું આ સિંહણને હાલ જસાધાર એનિમલ કેર ખાતે સારવાર અર્થે મોકલાવવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના મેટોડા GIDCમાં મેક પાવર CNC ફેક્ટરીમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં
February 02, 2025 10:25 PMIND vs ENG 5th T20: ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 150 રનથી જીતી, ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું
February 02, 2025 10:13 PMમહાકુંભમાં આવતીકાલે અમૃત સ્નાન, કયા પુલ પર ક્યાં જવું... જુઓ સંપૂર્ણ યાદી
February 02, 2025 10:12 PMભારત ઇંગ્લેન્ડ 5મી T20: અભિષેક શર્માએ 17 બોલમાં ફિફ્ટી ફટકારી
February 02, 2025 07:39 PMઆવતીકાલથી બદલાશે હવામાન, યુપી સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ
February 02, 2025 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech