દરેડમાં છાતીમાં લોખંડનો પોલ ઘુસી જતા શ્રમીકનું મોત

  • June 28, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડ જીઆઇડીસી ફેસ-૩, કારખાનામાં પતરા ચડાવતી વેળાએ અકસ્માતે નીચે પડેલા શ્રમીક આઘેડને છાતીના ભાગે લોખંડનો ભોગ ઘુસી જતા મૃત્યુ નિપજયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
જામનગરના પાણાખાણ ગરીબનગરમાં રહેતા અબ્બાસભાઇ હા‚નભાઇ છેર (ઉ.વ.૫૦) નામના વૃઘ્ધ ગઇકાલે દરેડ જીઆઇડીસી ફેસ-૩, હાઇટેક એકસ્ટ્રુઝન  બ્રાસના કારખાનામાં પતરા ચડાવવાનું કામ કરતા હતા દરમ્યાન અકસ્માતે પગ લપસી જતા નીચે પડયા હતા, આથી લોખંડનો પોલ છાતીના ભાગે ઘુસી જતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી દરમ્યાન તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ બેડેશ્ર્વર પાણાખાણમાં રહેતા સીદીકભાઇ છેર દ્વારા પંચ-બીમાં કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application