ઓર્કિડ હોસ્પિટલની લેબ ટેક્નિશિયન યુવતીનો હાથે-પગે તિક્ષ્ણ વસ્તુુથી ઇજા કરી કરી આપઘાત

  • October 26, 2023 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભક્તિ નગર સર્કલ પાસેની હોસ્ટેપલમાં રહી ઢેબર રોડ પર આવેલી ઓર્કિડ  હોસ્પિલટલમાં લેબ ટેક્ની શિયન તરીકે નોકરી કરતી મુળ ગોંડલના મોટા દડવા ગામની યુવતિએ વહેલી સવારે હોસ્ટેલરૂમના બાથરૂમમાં જઈ હાથ-પગમાં તિક્ષ્ણ વસ્તુડથી ઇજાઓ પહોંચાડી આપઘાત કરી લેતાં પરિવાર અને હોસ્ટેલમાં અરેરાટી વ્યોપી ગઇ છે. બનાવના પગલે ભક્તિનગર પોલીસ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ  ભક્તિયનગર સર્કલ નજીક પુતલીબાઇ હોસ્ટેલિમાં રહેતી જલ્પાા મનુભાઇ ચાવડા (ઉ.વ.28) નામની આહીર યુવતી આજે વહેલી સવારે હોસ્ટેલમાં હતી ત્યારે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિ(ટલમાં ખસેડાઇ હતી. પોતાની જાતે તેણી હાથ અને પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઇજાઓ પહોંચાડી હોવાનું જણાવ્યું હતું. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ  કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી  નિવેદન નોંધવાની તજવીજ કરી હતી આ વચ્ચે યુવતીએ  ચાલુ સારવારે દમ તોડી દેતા હાજર હોસ્ટેલની યુવતીઓમાં ગમગીની છવાઈ હતી. બંનાવની જાણ પરિવારજનોને પણ કરી દેવામાં આવતા પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા હતું ને પુત્રીનો મૃતદેહ જોઈ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જલ્પાુ બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેણી મુળ ગોંડલના મોટા દડવાની વતની હતી. તેના પિતા ખેતી કામ કરે છે. પોતે છએક વર્ષથી રાજકોટ રહી ઢેબર રોડ મધુરમ્ પાસેની ઓર્કિડ હોસ્પિસટલમાં લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરી હતી. આજે સવારે તેણી રૂમની અંદરના બાથરૂમનો દરવાજો ખોલતી ન હોઇ રૂમ પાર્ટનરે બીજી છોકરીઓને જાણ કરતાં દરવાજો તોડવામાં આવતાં જલ્પાદ લોહીલુહાણ મળી હતી. તુરત જ 108ને જાણ કરવામાં આવતાં તેણીએ સિવિલ હોસ્પિંટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.  પોલીસને રૂમમાંથી કોઇ ધારદાર ચીજવસ્તુમ મળી નહોતી. કદાચ બાથરૂમની પાણી નીકાલ માટેની ધારદાર જાળી કે બ્લેાડનો ઉપયોગ કર્યો હોવાની શક્યીતા જણાઇ હતી. યુવતીએ શા કારણે આ પગલું ભર્યું ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી  પોલીસે મોબાઈલ ફોન કબ્જે લઇ તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application