પડધરી પાસે આવેલા હીદડ ગામની સીમા ગોડાઉન બનાવી ચાલી રહેલા મસમોટા ડીઝલ ચોરીના કૌભાંડનો પડધરી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીં દરોડો પાડી ટેન્કર સહિત ચાર વાહનો, ૨૯૦૦ લીટર ડીઝલ મળી કુલ રૂપિયા ૪૫.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દરોડા દરમિયાન કૌભાંડના માસ્ટર માઇન્ડ રાજકોટના રેલનગરમાં રહેતો ટ્રાન્સપોર્ટનો ધર્ંધાી સહિત સાત શખસોને ઝડપી લીધા હતા.અલગ-અલગ કંપનીમાંથી ડિઝલના ટેન્કરો અહીં લાવી તેમાંી ડિઝલ કાઢી લઇ સસ્તા ભાવે વેચી નાખવાનું આ કૌભાંડ ચાલતું હતું.
ડીઝલ ચોરીના આ કૌભાંડની જાણવા મળતી વિગતો મુજબ પડધરી પોલીસ મકના પીએસઆઇ જે.જી.ઝાલાની રાહબરી હેઠળ એ.એસ.આઇ બી.એમ. જાડેજા, કોન્સ્ટેબલ દશરસિંહ, વસંતભાઈ, એલઆરડી સુમિતભાઈ સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પીએસઆઇ જે.જી.ઝાલાને મળેલી બાતમી મળી હતી કે, રાદળ હિદડ રોડ પર આવેલ એક વાડીમાં અમન નિલેશભાઈ રબારી પોતાની માલિકીના ટેન્કરોમાંી ડ્રાઇવરો અને અન્ય લોકોની મદદી ડીઝલ ચોરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ હીદડ ગામ તરફ વાડી પાસે દિવાલ બંધ લોખંડનો જાળીવાળો દરવાજો હોય અને કમ્પાઉન્ડવાળી ખુલી જગ્યામાં ફોરવીલ ગાડી અને ટેન્કર તા મોટું ગોડાઉન આવેલું હોય પોલીસે તુરંત આ જગ્યા કોર્ડન કરી અહીં હાજર શખસોને અટકાયત અહીં હાજર શખસોની પૂછતાછ શરૂ કરી હતી.
અહીં હાજર મળી આવેલા શખસોમાં અમન નિલેશભાઈ ખટાણા (રહે રેલનગર રામેશ્વર પાર્ક, શેરી નંબર-૩, રાજકોટ), પ્રહલાદરામ કૌશલરામ ચૌધરી (રહે. બાડમેર, રાજસન), રાજ કમાભાઈ ચાંડપા (રહે. કણકોટ), ઈમ્તિયાઝ અબ્દુલભાઈ શાહમદાર (રહે. ખાનકોટડા તા. કાલાવડ), મંગેશ જેરામભાઈ વાળા (રહે ગંજીવાડા, રાજકોટ), ઉદીત અજીતભાઈ ગઢવી (રહે. રેલનગર પોપટપરા, રાજકોટ), અને ભવ્ય મનોજભાઈ કરગટીયા (રહે. નકલંગ ચોક, રામાપીર ચોકડી, રાજકોટ) હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે આ શખસોની પૂછતાછ કરતા માલુમ પડ્યું હતું કે, રાજકોટના રેલનગરમાં રહેતો ટ્રાન્સપોર્ટનો ધર્ંધાી અમન ખટાણા પોતાના માલિકીના ટેન્કરમાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આ ટેન્કર કે જે અલગ-અલગ કંપનીમાંથી ડિઝલ ભરાઇને આવતા હોય તે ટેન્કર પ્રહલાદ ચૌધરીને ચલાવવા માટે આપી બાદમાં તેના કહેવા મુજબ ટેન્કર અહીં ગોડાઉનમાં લાવી આરોપી રાજ ચાંડપાના કહેવાી આ ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરી પ્લાસ્ટિકના બેરલોમાં અને અન્ય ગાડીઓમાં ભરી તેમજ આ ચોરી કૌભાંડમાં અન્ય આરોપીઓએ મદદગારી કરી હોય પોલીસે સો આરોપીઓને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
પોલીસે દરોડા દરમિયાન રૂપિયા ૨૬.૧૦ લાખની કિંમતનો ૨૯ હજાર લિટર ડીઝલનો જથ્ો, ટેન્કર તા ત્રણ અન્ય વાહનો મળી કુલ રૂપિયા ૪૫, ૬૯,૧૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા શખસો સામે આઇપીસીની કલમ ૩૭૯, ૨૮૫, ૨૮૬,૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. આરોપી ડીઝલ ક્યાંથી લાવતા હતા? તે અંગે પોલીસે તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech