અમદાવાદ સિવિલ હોસ્પિટલે વધુ એક માનવતાપૂર્ણ કાર્ય કર્યું છે. હોસ્પિટલમાં 176મું અંગદાન કરવામાં આવ્યું છે, જેના દ્વારા ચાર જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલની પહેલ:
અમદાવાદ સિવિલ હોસ્પિટલ અંગદાનને પ્રોત્સાહન આપવા માટે હંમેશા તત્પર રહી છે. હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ પહેલને કારણે અનેક લોકોના જીવ બચાવવામાં મદદ મળી છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની મહેનત અને સમર્પણને કારણે આ શક્ય બન્યું છે.
રાતના ૨:૦૦ વાગ્યા હતા. જ્યારે સમગ્ર અમદાવાદ શહેર સુઇ રહ્યું હશે ત્યારે સિવિલ હોસ્પિટલનું રીટ્રાઇવલ(અંગોને કાઢવાનુ) ઓપરેશન થીયેટર વોર રૂમ બન્યું હતુ. આ જંગ હતી કોઇ જરૂરિયાતમંદને નવજીવન આપવાની.એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનમાં મળેલા અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા ચાલુ હતી. આ સ્પેશ્યાલિસ્ટ તબીબો પળે પળની તકેદારી, સજાગતા રાખીને પોતાના કુનેહથી મહત્તમ અંગો દાનમાં મળી શકે તે પ્રયાસો કરી રહ્યાં હતા. આખરે સવારે સવારે ૭:૦૦ કલાકે, ૫ કલાકની મહેનતના અંતે પરિણામ મળ્યું . જેમાં હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. આજે આ તબીબોને એક તરફ દર્દીનું જીવ ન બચાવી શકવાનું દુ:ખ હતું તો બીજી તરફ ચાર જેટલા પીડિત , જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાનો આનંદ !
સમગ્ર એવી છે કે, રાજકોટના ગોંડલ ખાતે રહેતા ૫૦ વર્ષીય દિનેશભાઇ નકુમ એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. તા. ૧૯/૦૧/૨૦૨૫ ના રોજ કામ કરતી વખતે પગ લપસી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી આ ઇજાની પ્રાથમિક સારવાર માટે તેમને ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. અહીંના તબીબોને સ્થિતિ નિયંત્રણ બહારની જણાતા તેઓને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવા માટે કહેવામાં આવ્યું.
જેથી દિનેશભાઇ નકુમને તા.૨૩/૦૧/૨૦૨૫ ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે લાવવામાં આવ્યા. અહીંના તબીબોએ સમગ્ર તપાસ હાથ ધરી પરંતુ અંતે તો પ્રભુને ગમ્યુ એ જ થયું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા:- ૨૭-૦૧-૨૦૨૫ ના રોજ દિનેશભાઇ નકુમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા.
બ્રેઇનડેડ જાહેર થતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. પરંતુ હવે પોતાનું સ્વજન રહ્યું નથી પરંતુ અન્યને મદદરૂપ થવાનો ભાવ આ પરિવારમાં જીવંત હતો. જેથી જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેમને અંગદાનના મહત્વ વિશે સમજાવવામાં આવ્યા ત્યારે ગણતરીની મીનિટોમાં જ સમગ્ર પરિવારજનોએ એકજુથ થઇને અંગદાન કરવાનો નિર્ણય કર્યો.
અંગદાનના નિર્ણય બાદ તા. ૨૮/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૭:૦૦ વાગે રીટ્રાઇવલની પ્રક્રિયા પૂર્ણ થઇ. ૫ કલાકોની અથાગ મહેનત બાદ હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં તેમજ હ્રદયને યુ.એન.મેહતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન આપવાના પ્રયાસો હાથ ધરાયા છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ ૧૭૬ અંગદાતાઓ થકી કુલ ૫૭૨ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૫૪ જરૂરિયાતમંદ પીડિત વ્યકિતઓને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech