સમસ્ત મહેશ્ર્વરી મેઘવાર સમાજના ઇષ્ટદેવ ધણીમાતંગદેવની જન્મ જયંતિનું ભવ્ય આયોજન

  • February 08, 2025 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમસ્ત મહેશ્ર્વરી મેઘવાર સમાજના ઇષ્ટદેવ ધણીમાતંગદેવની આગામી તા. ૧૬ ફેબ્રુઆરી રવિવારના રોજ જન્મ જયંતિના ઉપલક્ષમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજના પરમ પૂજ્ય ઇષ્ટદેવ ઘણીમાતંગ દેવ છે. તેઓએ પાલીતાણા તાલુકામાં આવેલ કદમગીરી ગામે કારુંભા ડુંગર પર પવિત્ર બારમતિ પંથની શરૂઆત કરી મહેશ્વરી સમાજને નીમ બોધ આપેલ ત્યારથી મહેશ્વરી સંપ્રદાય સ્થાપના થયેલ છે.તેઓની જન્મ જયંતિ નિમિતે વર્ષોથી જામનગર શહેરમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આસ્થાપૂર્વક આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ પરમ પૂજ્ય ઇષ્ટદેવ ઘણીમાતંગ દેવની જન્મ જયંતિ તા:-૧૬/૦૨/૨૦૨૫, રવિવારના રોજ હોય, આથી મહેશ્વરી સમાજના ઇષ્ટદેવની ભવ્ય શોભાયાત્રાનું સમસ્ત મેઘવાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.આ શોભાયાત્રા તા:-૧૬/૦૨/૨૦૨૫, રવિવારના રોજ સવારે ૯:-૩૦ કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી એસ.ટી.રોડ, જોલી બંગલો, ખંભાળીયા નાકા, હવાઈ ચોક, બેડી ગેઇટ, કે.વી.રોડ, મહેશ્વરીનગર (વણજ ટીંબા, પૂજા  પ્રાર્થના), બુદ્ધનગર, સ્વામિનારાયણનગર (મામા સાહેબના મંદિર પાસે) જામનગર ખાતે સમાપન થશે. આ શોભાયાત્રા મહેશ્વરી મેઘવાર સમાજના પવિત્ર માઘ માસ નિમિતે જામનગરમાંથી ઉપવાસ કરેલ હોય, તેઓ ઉપવાસી તેમજ મહેશ્વરી મેઘવાર સમાજના ધર્મગુરૂઓ દ્વારા આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.

આ શોભાયાત્રા દરમ્યાન મહાવીર બેટરી, ત્રણ દરવાજા પાસે મહેશ્વરીનગર યુવા ગ્રુપ દ્વારા નાસ્તો, નાગનાથ ગેઇટ પાસે મહેશ્વરીનગરના ધર્મપ્રેમી દ્વારા પાણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ સમાજના જુદા- જુદા પંચો, સમિતિઓ દ્વારા પાણી, સરબત તેમજ નાસ્તાના કેમ્પો રાખી સેવાકિય પ્રવુતિ તેમજ આ શોભાયાત્રાના રૂટ દરમ્યાન જુદા-જુદા પંચો, સમિતિઓ દ્વારા સન્માન, સ્વાગત કરવામાં આવશે. 

આ જન્મ જયંતિને સફળ બનાવવા પ્રમુખ વિજયભાઈ દાફડા, ઉપપ્રમુખ અશોકભાઈ વારસાકિયા, ખજાનચી સામંતભાઇ માતંગ, સહ ખજાનચી દિનેશભાઇ માતંગ,લીગલ એડવાઇઝર - એડવોકેટ જયંતભાઈ વારસાકિયા અને એડવોકેટ બિપિનભાઇ ડગરા, સોશ્યિલ મીડિયા અને પ્રચાર મંત્રી કિશનભાઇ નંજાર, ભરતભાઈ ધુલિયા, સમિતિના સલાહકાર આગેવાનો મુકેશભાઈ માતંગ (કોર્પોરેટર) , દીપુભાઈ પારિયા (પૂર્વ કોર્પોરેટર ), કિરણભાઈ ગડણ (પ્રભારી દેવભૂમિ દ્વારકા), વ્યવસ્થા મંત્રી વિજયભાઈ એરડીયા અને સુરેશભાઈ ભરાડીયા સમાજના ધર્મગુરૂશ્રીઓ,આગેવાની,કાર્યકર્તાઓ અને (ધણીમાતંગ દેવ શોભાયાત્રા ઉત્સવ સમિતિ)  દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે. આ શોભાયાત્રામાં સમાજના ભાઈ- બહેનો, બાળકો, ધર્મગુરુઓ, ઉપસ્થિત રહી ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા કાર્યકારી પ્રમુખ વિજયભાઈ એચ. દાફડા દ્વારા સમસ્ત સમાજને અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application