ખંભાળિયા તાલુકાના બેહ ગામે સોમવારે જુંગીવારા વાછરાભાની જાતર ભવ્ય ઉજવણી થઈ

  • October 18, 2023 11:21 AM 

20 હજાર જેટલા ભાવિકોએ વાછભાના ચરણોમાં શિશ ઝૂકાવ્યું


ખંભાળિયા તાલુકાના બેહ ગામે આવેલ જુંગીવારા ધામ ખાતે વાછરાભાના જાતરની દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના પ્રથમ સોમવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાછરાભાને નિવેદ્ય ચડાવીને ભવ્ય રીતે પરંપરાગત રીતે રાસ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાતરની ઉજવણીમાં સૌરાષ્ટ્રભરમાંથી અઢારેય વર્ણના 20 હજાર જેટલા ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


ખંભાળીયા થી 30 કિલોમીટર દૂર દ્વારકા  હાઇવે પર જતા ૯ કી.મી બેહ ગામે જુંગીવારા વાછરાભાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે  અઢારેય વર્ણના આસ્થા પ્રતીક જુંગીવારા ધામ ખાતે  નવરાત્રીના પ્રથમ સોમવારે  જુંગીવારા વાછરાભા ના મંદિરે જાતર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો વેહલી સવાર થી જ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા સાંજ સુધીમાં આશરે 20 હજાર જેટલા ભાવિકોએ વાછરાભાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી આ જાતર માં સમસ્ત ચારણ ગઢવી સમાજ સહિત અઢારે વર્ણના લોકો જાતરની ઉજવણીમાં જોડાયા હતા જેમાં વાછરાભાને નિવેદ્ય ચડાવીને ખીરની પ્રસાદી નો લાહવો લીધો હતો.


ત્યારબાદ ભવ્ય રીતે પરંપરાગત રીતે  રાસ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ દ્વારા ચાબકી રાસ તેમજ બેહનો દ્વારા ચારણી પરંપરા મુજબ દેવી રાસ રમવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બેહનો જોડાયા હતા આ જાતર ની ઉજવણીમાં સમસ્ત બેહ ગામ સાથે આજુ બાજુના ચાર બારા, ચુડેશ્વર, કાલાવડ, ગોઇજ,પરોડીયા તેમજ જાકસીયા, વડત્રા, બેરાજા, નાના આસોટા, મોટા આસોટા, સહિતના આજુબાજુ ગામના લોકો સાગમટે ઉમટ્યા હતા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી અઢારેય વર્ણના લોકોએ દર્શન નો લાભ લીધો હતો બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ ગઢવી તેમજ સમસ્ત બેહ ગામ દ્વારા સુચારુ આયોજન કરાયું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં જાતર ની ઉજવણી થઇ હતી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application