ખંભાળિયામાં શરાફી સહકારી મંડળીની સામાન્ય સભા યોજાઈ

  • July 06, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવનિર્મિત સહકાર ભવનનો શુભારંભ કરાયો

ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ગ્રાહક અને શરાફી સહકારી મંડળી લી.ની ઓફિસ ’સહકાર ભવન’નો તાજેતરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે મંડળીની ૩૩ મી સાધારણ સભાનું પણ આયોજન કરાયું હતું.
ખંભાળિયામાં આવેલી આહીર સમાજની વાડી ખાતે સંસ્થાના પ્રમુખ રામભાઈ ખુંટીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સહકાર ભવનનું ઉદ્ધઘાટન જિલ્લા રજિસ્ટ્રારમાંથી એમ.ટી. ઝાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કનુભાઈ નંદાણીયા, બી.આર.સી. પી.એસ. રાણા અને મોટી સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં ’સહકાર ભવન’ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સાથે સાધારણ સભામાં ગત વર્ષનો વાર્ષિક હિસાબ મંડળીના મંત્રી હરદાસભાઈ કનારા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
નિવૃત સભાસદોનું મંડળી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સભાસદોના તેજસ્વી સંતાનોનું પણ ભેટ આપી અને સન્માન કરાયું હતું. આ સાથે જામનગર અને દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મંડળીના વિકાસ માટે શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રામદેભાઈ કરમુર, શૈક્ષણિક મહાસંઘના જિલ્લા મહામંત્રી ભોલાભાઈ કરમુર, પ્રમુખ વેજાણંદભાઈ માડમ, મહામંત્રી લખમણભાઈ ભોચીયા, જિલ્લા મહીલા અધ્યક્ષ કિરણબેન સરપદડીયા, ઉપાધ્યક્ષ સપનાબેન કાનાણી, ઈલાબેન વાઢેર, સોનલબેન વાણીયા જિલ્લા પ્રમુખ રામભાઈ ચાવડા સાથે પ્રાથમિક શિક્ષક ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ તકે કો - ઓપરેટીવ બેન્ક કર્મચારી ભરતસિંહ જાડેજા, કિરણભાઈ કણઝારીયા અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં  કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગભાઈ ભારવડીયા અને સપનાબેન કાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application