મંદિર-જવેલર્સમાં કસબ અજમાવતી ગેંગ ઝડપાઈ

  • August 10, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર તથા જવેલર્સની દુકાનોમાં છેલ્લાં ત્રણ સાડા ત્રણ વર્ષથી ચોરીઓ કરતી ટોળકીના ચાર સાગરીતને ભરતનગર ચોકડીથી તરસમીયા રોડ પરથી લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ચાંદીના દાગીના, રોકડ, બાઈક સાથે ઝડપી લઈ  પુછપરછ કરતા ચાર મંદિર- આશ્રમ અને ચાર જવેલર્સમાં ચોરી કર્યાની કબુલાત આપતા ક્રાઈમ બ્રાંચે શખસોના કબજામાંથી રૂા. ૧.૬૦ લાખનો મુદામાલ બરામત કર્યો હતો.


 ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શકદારોની બાતમી મળેલ કે ચોકડીથી, રામદેવપીર શખસ બાઈક ૯૯૭૫ સાથે સોના-ચાંદીનાં છે. જે તેઓએ છળકપટથી અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં વિક્રમ મથુરભાઈ રહે.હાલ-ઘોઘા રોડ, તા.ઘોઘા), કાપસીંગ ઉ.વ.૨૧), કાપસીંગ (ઉ.વ.૫૫).શહેર વિસ્તારમાં તપાસમાં હતાં. તે દરમિયાન , ભાવનગર ભરતનગર તરસમીયા રોડ ઉપર આવેલ બાપાના મંદિર પાસે ચાર નંબર જીજે. ૦૪. ડીકે- ઉભેલ છે. તેઓ પાસે દાગીનાં તથા રોકડ રકમ કયાંકથી ચોરી અથવા મેળવેલ હોવાની શંકા છે. જે કંટારીયા (ઉ.વ.૪૬ શીતળામાતાના મંદિર પાસે, ભાવનગર મુળ-સુરકા સુમરીયાસીંગ ઉર્ફે નાનકો સુરસીંગ બામનીયા (ઉ. સુરસીંગ બામનીયા મદન બીલામસીંગ - બામનીયા (ઉ.વ.૧૯ રહે. તમામ. બહેડીયા, તા.જોબટ, જી.અલી રાજપુર રાજય-મધ્ય પ્રદેશ હાલ-દિલીપભાઈ કોન્ટ્રાકટરની સાઈટમાં, સુભાષનગર, પંચવટી ચોક, ભાવનગર) ચાંદીના અલગ-અલગ દાગીનાઓ કિ.રૂ.૮૦,૧૭૦, રોકડ રૂ.૨૪,૨૦૦, શાઈન બાઈક મળી કુલ રૂા. ૧,૫૯,૮૭૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા શખસોની ચાંદીના દાગીના તથા રોકડ વિગેરે બાબતે પુછપરછ કરતાં આ ચારેય શખ્સ તથા પકડવાના બાકી શખ્સોએ   છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષની અંદર ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના કોળીયાક બજારમાં આવેલ તુલજા ભવાની જવેલર્સ, અકવાડા ગામે આવેલ માતૃધામ મંદિર, સીદસર-શામપરા ગામે ગ્રામ પંચાયતની જગ્યા, ભાવનગર, મોટા શીતળામાંના મંદિર પાસે આવેલ ખોડિયાર જવેલર્સ, ભાવનગર શિવાજી સર્કલ પંપની બાજુમાં આવેલ રાધીકા જવેલર્સ, ઝાંઝરીયા હનુમાનજીના મંદિર, માલણકાથી બુધેલ રોડ ઉપર આવેલ ખીજડાવાળા મેલડીમાંના મંદિરની જગ્યા. તળાજા રોડ, શિવ કુંજ આશ્રમ મંદિર તથા ભરતનગર, સીતારામ ચોક પાસે આવેલ શિવ શકિત જવેલર્સની દુકાનમાં રેકી કરી ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપતા તેઓને આગળની વધુ કાર્યવાહી થવા માટે ભરતનગર પોલીસને સોંપી આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application