મવડીમાં રહેતા યુવાનને ગોંડલમાં રહેતા તેના મિત્ર પવનચક્કીના કોન્ટ્રાક્ટમાં ગાડી મુકવાનું કહી તેના નામે ગાડી લેવડાવી બાદમાં ગાડીના હપ્તા ન ભરી અને આ ગાડી ગીરવે મૂકી દીધી હતી. જેથી આ બાબતે યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઈ જરૂરી કાર્યવાહી કરી છે.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં કૃષ્ણ પાર્ક શેરી નંબર 5 માં રહેતા અને શાપરમાં કંપ્નીમાં નોકરી કરનાર ધર્મેન્દ્રભાઈ હઠીસિંહ પરમાર (ઉ.વ 42) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના મિત્ર ગોંડલમાં હંસરાજ સોસાયટી આઈ.ટી.આઈ પાછળ રહેતા સુધીર મનુભાઈ ચાવડા (ઉ.વ 36) નું નામ આપ્યું છે.
ધર્મેન્દ્રભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી સુધીરને તેઓ છેલ્લા પાંચ વર્ષથી ઓળખે છે અને બંને મિત્રો છે ત્રણ વર્ષ પૂર્વે સુધીરે વાત કરી હતી કે, પવનચક્કીના કોન્ટ્રાક્ટમાં ગાડીની જરૂરિયાત છે જો તમે કાર લો તો ડાઉન પેમેન્ટ હું ભરી આપીશ અને લોન તમારા નામે કરી ગાડી કોન્ટ્રાક્ટમાં મૂકી જે વળતર આવશે તેમાંથી આપણે ગાડીના હપ્તા ભરી દેશું તેમ કહ્યું હતું. જેથી યુવાને મિત્રની વાતમાં આવી જઇ રૂપિયા સાડા સાત લાખની કિંમતની રીનોલ્ટ કંપ્નીની ડ્રાઇબર ગાડી ગોંડલ ચોકડી પાસે આવેલા શોરૂમમાંથી ખરીદ કરી હતી. જે તે સમયે ડાઉન પેમેન્ટ સુધીરે ભર્યું હતું. બાદમાં આ ગાડી ફરિયાદીએ મિત્ર સુધી ને સોંપી આપી હતી.
પાંચ છ હપ્તાના પૈસા તેણે રોકડમાં આપ્યા હતા. બાદમાં તેણે એકપણ હપ્તો ભર્યો ન હતો. લોન ફરિયાદીના નામે હોય જેથી હપ્તા તેમને ભરવા પડતા હતા આ બાબતે તેણે સુધીરને કહેતા તેણે કહ્યું હતું કે, થોડા દિવસ બાદ કરી આપીશ ત્યારબાદ તે અલગ-અલગ બહાના આપતો હતો. એક દિવસ તેને આ બાબતે કહેતા તેને કહ્યું હતું કે, મારે આર્થિક ખેંચતાણ થતાં મેં ગાડી બીજાને ગીરવે મૂકી દીધી છે. 15 દિવસમાં પેમેન્ટ આવવાનું છે. આમ કહ્યા બાદ આજદિન સુધી તેણે પૈસા કે ગાડી બંને પરત ન આપી હોય અને કારના હપ્તા ફરિયાદી ભરતા હોય જેથી તેમણે પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગે આ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તાલુકા પોલીસે આરોપી સામે છેતરપિંડી-વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech