મોરબીના બસ સ્ટેન્ડમાં વોલ્વો બસમાં આગ ભભૂકી

  • October 02, 2023 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે વોશિંગ એરિયામાં રહેલ વોલ્વો બસમાં ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી વોલ્વો બસ સર્વિસ અને સફાઈ માટે વોશિંગ એરિયામાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ વર્કશોપ ખાતે રાખેલ હોય ત્યારે ઓચિંતી આગ ભભૂકી હતી.બસ સ્ટેન્ડમાં રહેલ વોલ્વો બસમાં આગ લાગતા થોડીવાર માટે મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી આગની ઘટનાની જાણ થતા મોરબી ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળની ટીમ તુરંત દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application