ભાવનગર જિલ્લાના પાલીતાણામાં મોટાભાગનો વિસ્તાર ડુંગર વિસ્તાર છે. અને જંગલ જેવું આવેલું છે. ત્યારે પાલીતાણા તાલુકાના હાથસણી ગામે આવેલા હાથસણીના ડુંગરની વચ્ચેના ગાળામાં આવેલ સૂકા ઘાસમાં કોઈ કારણોસર આગની ઘટના બની હતી. જે આગ પવનની સાથે સૂકા ઘાસમાં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જ્યારે ડુંગરની વચમાં આ આગ લાગવાથી ત્યાં સુધી ફાયર ફાઈટર પહોંચે તેવી સુવિધા ન હોવાથી મોડી રાત્રી સુધી આગ કાબૂમાં આવી ન હતી. આ વિસ્તારમાં સિંહ સહિતના પશુ વસવાટ કરે છે. તેવામાં આગના બનાવથી પશુઓને નુકશાની પહોંચી શકે છે. બનાવની જાણ થતા વન વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું. આ આગને બુઝાવવા સ્થાનિકો અને તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ઉલેખનીય છે કે, પાલીતાણાની આજુબાજુના વિસ્તારોમાં ડુંગરો મોટા પ્રમાણમાં છે. ત્યારે દર વર્ષે ડુંગરોમાં આગની ઘટના બનતી હોય છે. ત્યારે કોઈ મોટી જાનહાની થાય કે પશુ પક્ષીઓને નુકશાની પહોંચે તે પહેલા સરસાધન વસાવવા લોકમાંગ ઉઠી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech